સચિન, કોરોનાને બાઉન્ડરીની બહાર ફેંકી દે : વસીમ અકરમ

03 April, 2021 03:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જલદી સાજા થઈ જાઓ માસ્ટર. ડૉક્ટરો અને હૉસ્પિટલના કર્મચારીઓ સાથે વર્લ્ડ કપ ૨૦૧૧ની જીતની ઍનિવર્સ​રી ઊજવીશ તો વધારે સારું લાગશે. મને એક ફોટો મોકલજે.’

વસીમ અકરમ

કોરોનાની ચપેટમાં આવેલો માસ્ટર બ્લાસ્ટ સચિન તેન્ડુલકરને ગઈ કાલે એચ.એન. રિલાયન્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ વિશ્વભરમાંથી ‘ગેટ વેલ સૂન’ના સંદેશ આવવા માંડ્યા હતા. એવામાં પાકિસ્તાનના દિગ્ગજ વસીમ અકરમનો સંદેશે લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું.
તેન્ડુલકરની ડેબ્યુ સિરીઝને યાદ કરતાં જલદી સાજા થવાની શુભેચ્છા આપતાં વસીમ અકરમે લખ્યું હતું કે ‘જ્યારે તેં ૧૬ વર્ષની ઉંમરે દુનિયાના સર્વશ્રેષ્ઠ બોલર્સનો હિંમત અને ધગશથી સામનો કર્યો હતો, એ રીતે મને ભરોસો છે કે તું કોવિડને પણ સિક્સર મારીને બાઉન્ડરીલાઇનની બહાર ફેંકી દઈશ. જલદી સાજા થઈ જાઓ માસ્ટર. ડૉક્ટરો અને હૉસ્પિટલના કર્મચારીઓ સાથે વર્લ્ડ કપ ૨૦૧૧ની જીતની ઍનિવર્સ​રી ઊજવીશ તો વધારે સારું લાગશે. મને એક ફોટો મોકલજે.’
ભારત છેલ્લે ૨૦૧૧માં વર્લ્ડ કપ જીત્યું એને ગઈ કાલે ૧૦ વર્ષ પૂરાં થયાં હતાં. આ ઐતિહાસિક દિવસની ૧૦મી વર્ષગાંઠના દિવસે જ લેજન્ડ હૉસ્પિટલમાં દાખલ થતાં રંગમાં ભંગ પડ્યો હતો.

cricket news sports news sports sachin tendulkar