તેન્ડુલકરે પુજારા અને ભારતીય બોલરોનાં કર્યા વખાણ

14 February, 2019 03:29 PM IST  |  મુંબઈ

તેન્ડુલકરે પુજારા અને ભારતીય બોલરોનાં કર્યા વખાણ

ક્રિકેટના કિંગ સચિન તેન્ડુલકરે બૉર્ડર-ગાવસકર સિરીઝમાં પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ જીતનાર ચેતેશ્વર પુજારાને રન-મશીન કહીને તેનાં ભારોભાર વખાણ કર્યા હતાં. પુજારાના હાઇએસ્ટ ૫૨૧ રનને કારણે ભારતે ઑસ્ટ્રેલિયામાં પહેલી વખત ટેસ્ટ-સિરીઝ જીતી હતી. સચિને કોહલીની ટીમના પર્ફોર્મન્સને જબરદસ્ત અને શાનદાર ગણાવ્યો હતો.

ભારતે ઍડીલેડ ટેસ્ટ ૩૧ અને મેલબર્ન ટેસ્ટ ૧૩૭ રનથી જીતી હતી જ્યારે પર્થ ટેસ્ટ ૧૪૬ રનથી હાર્યું હતું અને સિડની ટેસ્ટ વરસાદને કારણે ડ્રૉ જતાં સિરીઝ ૨-૧થી જીતી હતી. તેન્ડુલકરે મુંબઈમાં એક ઇવેન્ટ દરમ્યાન કીપ મૂવિંગ અભિયાન લૉન્ચ કરતાં કહ્યું હતું કે ‘ભારતની ટીમે ઑસ્ટ્રેલિયાને શાનદાર રીતે હરાવી છે અને જે બ્રૅન્ડનું ક્રિકેટ આપણા પ્લેયરો રમ્યા એ અદ્ભુત છે.

આ પણ વાંચોઃ ધોની અને ધવને સિડનીમાં શરૂ કરી તૈયારી, વર્લ્ડ કપને જોતાં તમામ ધ્યાન હવે વન-ડે પર

સિરીઝની કોઈ એક યાદગાર ક્ષણ પસંદ કરવી ખરેખર અઘરી છે, કારણ કે ચાર ટેસ્ટમાં દરેક પ્લેયરે પોતાનું યોગદાન આપ્યું છે, પણ પુજારાએ ખરેખર આઉટસ્ટૅન્ડિંગ પર્ફોર્મન્સ આપ્યો છે.’

sachin tendulkar cheteshwar pujara team india australia border-gavaskar trophy cricket news sports news