36 વર્ષ પહેલા આજના દિવસે લોર્ડ્સમાં ભારતીય ટીમે રચ્યો હતો ઇતિહાસ

25 June, 2019 01:52 PM IST  |  London

36 વર્ષ પહેલા આજના દિવસે લોર્ડ્સમાં ભારતીય ટીમે રચ્યો હતો ઇતિહાસ

ભારતીય ટીમની 1983 વર્લ્ડ કપ જીતની યાદગાર તસ્વિર

London : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019 અનેક રીતે લોકોમાં યાદ રહેશે. પરંતુ આ વર્લ્ડ કપની વાત કરીએ તો 25 જુન એ ભારતીય ક્રિકેટ ચાહકો માટે અને ખાસ કરીને ભારતીય ટીમ માટે ખાસ દિવસ છે. કારણ કે આજ દિવસે એટલે કે 25 જુન 1983 ના દિવસે ભારતીય ક્રિકેટ ટીમે ઇતિહાસ રચી દીધો છે. આ દિવસે એ સમયની સૌથી મજબુત ગણાતી વેસ્ટ ઇન્ડિઝ ટીમ કે જેણે 2 વર્લ્ડ કપ જીતીને સતત ત્રીજા વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ભારતને હરાવી ઇતિહાસ રચવા જઇ રહ્યું હતું. પરંતુ કપિલ દેવની ટીમે તેમનું સપનું ચકનાચુર કરી દીધું હતું અને ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝને પરાસ્ત કરીને પહેલો વર્લ્ડ કપ જીતી ઇતિહાસ રચી દીધો હતો.

 
ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માં અત્યારની સ્થીતી પ્રમાણે ભારતીય ટીમ મજબુતીથી આગળ વધી રહી છે. આ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાનું વર્લ્ડ કપ 2019માં સેમી ફાઇનલમાં પહોંચવું તો નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.


25 જુન 1983 એ ક્યારેય ન ભુલાઇ એ દિવસ છે
આજના દિવસે 36 વર્ષ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ લોર્ડ્સના મેદાનમાં વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું હતું. 25 જૂન 1983નો એ દિવસ ભારતીય રમતના ઇતિહાસમાં ક્યારેય ન ભૂલનારો દિવસ છે. વેસ્ટ ઇંન્ડિઝને ભારતે ફાઇનલમાં 43 રનથી રોમાંચક જીત મેળવી પ્રથમ વાર વર્લ્ડકપ જીત્યો હતો.

આ પણ જુઓ : World Cup 2019 : અફઘાનિસ્તાન સામેની રોમાંચક જીતની સફર પર એક નજર

ભારતે ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને વિન્ડીઝ જેવી દિગ્ગજ ટીમને હરાવી જીત્યો હતો વર્લ્ડ કપ
વર્ષ 1983માં ઇંગ્લેન્ડમાં રમાયેલ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાએ આશા કરતા અલગ જ પ્રદર્શન કરી ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ જેવી દિગ્ગજ ટીમને હરાવી વિશ્વકપ વિજેતા બન્યું હતું.

ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝનું સતત ત્રીજીવાર વર્લ્ડ કપ જીતવાનું સપનું ચકનાચુર કર્યું
1983ના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચેલી વેસ્ટ ઇન્ડિઝ ટીમનું સપનું સતત ત્રીજી વાર વર્લ્ડ કપ જીતવાનું હતું. તો બીજી તરફ ભારતીય ટીમની જીતને લઇને કોઇને આશા ન હતી. તે સમયે ભારતીય ટીમ અને ભારતના ક્રિકેટ ચાહકો ટીમના ફાઇનલમાં પહોંચવા પર જ મોટી સફળતા માની રહ્યા હતા.

કેવી રહી 1983 વર્લ્ડ કપની ફાઇનલની સફર
વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતની ટીમ માત્ર 183 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જે વેસ્ટ ઇન્ડિઝની ટીમ માટે એક સમાન્ય લક્ષ્યાંક સમાન હતો. પણ બલવિંદર સંધૂએ વિન્ડિઝને માત્ર એક રન પર બોલ્ડ કરી ભારતને પ્રાથમિક સફળતા અપાવી.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

તે સમયના સ્ટાર વિવિયન રિચર્ડનું આઉટ થવું મેચનો ટર્નીંગ પોઇન્ટ
ત્યાર બાદ વિવિયન રિચર્ડસે 33 રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી. જો કે ભારતીય ટીમના સુકાની કપિલ દેવે વિવિયન રીચર્ડસનો અદ્દભૂત કેચ ઝડપ્યો હતો. જે આ મેચનો ટર્નિંગ પોઇન્ટ ગણવામાં આવે છે. આમ રિચર્ડસના આઉટ થયા બાદ વેસ્ટ ઇન્ડિઝની ટીમ 140 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.

1983 વર્લ્ડ કપની ફાઇનલ માટે ભારતીય ટીમ


ટીમ ઇન્ડિયા તરફથી મદનલાલે 31 રન પર 3 વિકેટ, અમરનાથે 12 રન પર 3 વિકેટ, સંધૂએ 32 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. મોહિન્દર અમરનાથને સેમી ફાઇનલ બાદ ફાઇનલમાં પણ પોતાના ઓલ રાઉન્ડર પ્રદર્શનના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. 1983ની આ ઐતિહાસિક જીત બાદ ટીમ ઇન્ડિયાએ મહેન્દ્રસિંહ ધોનની કપ્તાની હેઠળ 28 વર્ષ બાદ 2011માં બીજી વખત વર્લ્ડકપ જીત્યો હતો.

world cup 2019 world cup cricket news kapil dev ms dhoni