12 June, 2021 03:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતીય ટીમ
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલની આડે હવે માત્ર સાત દિવસનો સમય બાકી રહ્યો છે. ભારતીય ટીમને ત્રણેક દિવસના આઇસોલેશન બાદ નાનાં-નાનાં ગ્રુપ બાદ હવે એક આખી ટીમને એકસાથે પ્રૅક્ટિસ કરવાની છૂટ મળી છે. આ માહોલમાં ભારતીય ટીમ માટે ઇંગ્લૅન્ડ-એ, બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન કે બીજી કોઈ ટીમ સાથે મૅચ- પ્રૅક્ટિસનું આયોજન કરવાનું શક્ય ન હોવાથી ભારતીય ટીમે અંદરોઅંદર જ બે ટીમ બનાવીને ગઈ કાલે પ્રૅક્ટિસ કરી હતી. ભારતીય ટીમ આ ટેસ્ટના મહાજંગ માટે તૈયાર થવા માટે કોઈ કસર બાકી નથી રાખવા માગતી. આ પ પ્રૅક્ટિસ મૅચના અમુક ફોટો અને વિડિયો ભારતીય ક્રિકેટ બોર્ડે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા.
હરીફ ટીમ ન્યુ ઝીલૅન્ડ હાલમાં ઇંગ્લૅન્ડ સામે બીજી અને છેલ્લી ટેસ્ટ રમવામાં વ્યસ્ત છે.