આવતી કાલથી કમનસીબ કેપ ટાઉનમાં ભારતની કસોટી

10 January, 2022 03:23 PM IST  |  Capr Town | Gujarati Mid-day Correspondent

આ શહેરના ન્યુલૅન્ડ્સમાં ટીમ ઇન્ડિયા ક્યારેય ટેસ્ટ-મૅચ નથી જીતી શકી : હવે ત્યાં જીતીને સાઉથ આફ્રિકાની ધરતી પર પહેલી વાર સિરીઝ જીતવાનો છેલ્લો મોકો છે

ભારતના ધરમશાલા જેવું રમણીય વિસ્તારમાં અને પહાડોની વચ્ચે આવેલું કેપ ટાઉનનું ન્યુ લૅન્ડ્સ ગ્રાઉન્ડ જ્યાં નિર્ણાયક ટેસ્ટ રમાવાની છે.

ભારતીય ટેસ્ટ-ટીમ સાઉથ આફ્રિકામાં ત્રણ મૅચની સિરીઝમાં ૧-૧ની બરાબરીમાં રહ્યા બાદ આવતી કાલે નિર્ણાયક ટેસ્ટ રમવા ઊતરશે. આ સ્થળે ભારત ક્યારેય ટેસ્ટ-મૅચ નથી જીત્યું. પાંચમાંથી ત્રણ ટેસ્ટમાં સાઉથ આફ્રિકાનો વિજય થયો છે અને બાકીની બે મૅચ ડ્રૉમાં પરિણમી છે.
ભારતીય ટીમ જોહનિસબર્ગના ફેવરિટ ગ્રાઉન્ડ પર ગયા અઠવાડિયે બીજી ટેસ્ટ હારી ગયું, પરંતુ હવે કેપ ટાઉનના કમનસીબ મેદાન પર જીતીને સાઉથ આફ્રિકામાં પહેલી વાર સિરીઝ જીતવાનો મોકો ઝડપી લેવાનો ભારતને આખરી મોકો છે.
ટીમ ઇન્ડિયાના કૅપ્ટન વિરાટ કોહલીએ ગઈ કાલે નેટમાં ખૂબ જ પ્રૅક્ટિસ કરી હતી અને તે આખરી નિર્ણાયક ટેસ્ટમાં રમશે એવી ધારણા ગઈ કાલે સાંજે હતી. જો તે રમશે તો કદાચ ટીમમાંથી હનુમા વિહારીને પડતો મૂકવામાં આવી શકે.

sports sports news cricket news india south africa cape town