T20 વર્લ્ડ કપ પહેલાં અમેરિકન કૅપ્ટન મોનાંક પટેલે જુન દિવસોને યાદ કર્યા

02 February, 2026 11:14 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

T20 વર્લ્ડ કપ પહેલાં અમેરિકન કૅપ્ટન મોનાંક પટેલે જુનિયર ક્રિકેટના બુમરાહ અને અક્ષર સાથેના દિવસોને યાદ કર્યા

મોનાંક પટેલ સતત બીજી વખત T20 વર્લ્ડ કપમાં અમેરિકાની ટીમનું નેતૃત્વ કરશે

ગુજરાતના આણંદમાં જન્મેલો વિકેટકીપર-બૅટર મોનાંક પટેલ સતત બીજી વખત T20 વર્લ્ડ કપમાં અમેરિકાની ટીમનું નેતૃત્વ કરશે. અમેરિકા માટે ૭૧ વન-ડે અને ૪૩ T20 મૅચ રમી ચૂકેલા મોનાંકે વર્લ્ડ કપ પહેલાં ભારતીય વર્લ્ડ કપ સ્ક્વૉડના બે સભ્યો સાથેના જુનિયર ક્રિકેટના દિવસોને યાદ કર્યા હતા.

મોનાંક પટેલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મને અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહ સાથે રમ્યો હોવાનું યાદ છે. હું જસપ્રીત સાથે ગુજરાત અન્ડર-19માં અને એ પહેલાં અક્ષર સાથે અન્ડર-16માં રમ્યો હતો. બુમરાહ સાથે હું બે વર્ષ, બે સીઝન સુધી રહ્યો હતો. ગુજરાત માટે ઘણી મૅચ રમ્યો હતો. અમે રેડ બૉલ અને વાઇટ બૉલ બન્ને ક્રિકેટ રમ્યા હતા અને એ ખરેખર ખાસ સમય હતો. ખાસ કરીને જસપ્રીત જે રીતે પ્રદર્શન કરી રહ્યો હતો તેને જોતાં મને ખબર હતી કે તેની પાસે એક્સ-ફૅક્ટર છે અને તે ચોક્કસપણે કંઈક મોટું કરશે.’

મોનાંકે ઉમેર્યું હતું કે ‘અમેરિકન સ્ક્વૉડમાં ભલે ૮ પ્લેયર્સ ભારત-પાકિસ્તાનના હોય પરંતુ જ્યારે તમે USAનું પ્રતિનિધિત્વ કરતા હો ત્યારે કોઈ ભારતીય કે પાકિસ્તાની નથી હોતું. દરેક વ્યક્તિ દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. અમે સારા મિત્રો અને સાથી છીએ.’

t20 world cup united states of america jasprit bumrah axar patel india cricket news sports sports news