બુમરાહ અને હર્ષલ ફુલ્લી ફિટ

12 September, 2022 12:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેઓ એશિયા કપમાં તો નહોતા રમી શક્યા, પણ હવે ભારતની આગામી મૅચો માટે તૈયાર થઈ ગયા છે.

જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલ

ભારતના ટોચના બે પેસ બોલર્સ જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલ ઈજામાંથી મુક્ત થયા પછી ફરી ફિટનેસ મેળવી ચૂક્યા છે અને ઑક્ટોબરમાં ઑસ્ટ્રેલિયામાં રમાનારા ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં ટીમ ઇન્ડિયા દ્વારા જે કૅમ્પેન શરૂ કરવામાં આવશે એમાં ભાગ લેવા તૈયાર થઈ ગયા છે. તેઓ એશિયા કપમાં તો નહોતા રમી શક્યા, પણ હવે ભારતની આગામી મૅચો માટે તૈયાર થઈ ગયા છે. હવે ઑસ્ટ્રેલિયા સામે અને સાઉથ આફ્રિકા સામે સિરીઝ રમાશે.

indian cricket team cricket news sports news sports jasprit bumrah