12 November, 2026 10:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફૅમિલી સાથે ભારતના ગૃહપ્રધાન અમિત શાહને મળ્યો હતો સૂર્યકુમાર યાદવ
સૂર્યકુમાર યાદવે ભારતની T20 ટીમમાંથી સ્થાન અને કૅપ્ટન્સી ગુમાવ્યા પછીના સમયગાળાને ખૂબ જ મુશ્કેલ ગણાવ્યો છે. સૂર્યકુમાર યાદવ કહે છે, ‘T20 વર્લ્ડ કપની જીત છતાં ટીમની કૅપ્ટન્સી ગુમાવવાને કારણે IPL પછીના પ્રથમ બે મહિના મુશ્કેલ હતા. એ સમયે મને મારા ટીનેજ ક્રિકેટર તરીકેના દિવસો યાદ આવવા લાગ્યા હતા. મારી પત્નીએ મને કહ્યું કે મારે રમત પ્રત્યેનો એ પ્રેમ અને જુસ્સો પાછો લાવવાની જરૂર છે જ્યારે હું ૧૫ વર્ષનો બાળક હતો. એ સલાહ માનીને ૧૦-૧૫ વર્ષ પહેલાં જે રીતે ટ્રેઇનિંગ કરતો અને જેવો જુસ્સો હતો એ લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જ્યારે તમારું ધ્યાન રમત પર હોય છે ત્યારે તમે ટીમ અને ફૅમિલી માટે સતત સારું પ્રદર્શન કરતા રહો છો.’