10 March, 2025 08:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૂર્યકુમાર યાદવ
ભારતીય T20 ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે એક ઇન્ટરવ્યુમાં રસપ્રદ વાતો શૅર કરી છે. તે કહે છે કે ‘હું એને દર કલાકે, જ્યારે પણ મને ફોનનો ઉપયોગ કરવાની તક મળે છે ત્યારે એને ઘણી વાર જોઉં છું.’
T20 વર્લ્ડ કપ ૨૦૨૪ની ફાઇનલમાં સાઉથ આફ્રિકાના સ્ટાર બૅટર ડેવિડ મિલરનો તેણે બાઉન્ડરી પર શાનદાર કૅચ પકડ્યો હતો. એ ક્ષણ માટે વિશેષ પ્રેમ વ્યક્ત કર્યો હતો. આ ઇવેન્ટમાં જ તેણે શૅર કર્યું કે તેને આ આઇકૉનિક ક્ષણનું ટૅટૂ કરવું હતું, પણ તેની પત્નીએ ટૅટૂ કરાવવાની ના પાડીને પડકાર ફેંક્યો કે ૨૦૨૬માં આગામી T20 વર્લ્ડ કપ આવી રહ્યો છે એમાં કંઈક ખાસ કરો અને ટૅટૂ કરાવો.