07 July, 2024 09:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુરેશ રૈના
T20 વર્લ્ડ કપ 2024 બાદ T20 ઇન્ટરનૅશનલમાંથી રિટાયરમેન્ટ લેનાર રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ ભારતીય ક્રિકેટ બોર્ડને એક ખાસ વિનંતી કરી છે. સુરેશ રૈનાની એ વાત સાંભળીને વિરાટ અને રોહિતના ફૅન્સ એને જરૂરથી સૅલ્યુટ કરશે.
સુરેશ રૈનાએ હાલમાં એક શોમાં કહ્યું હતું કે ‘ભારતીય ક્રિકેટ બોર્ડે વિરાટ કોહલી અને રોહિત શર્માના સન્માનમાં ૧૮ અને ૪૫ નંબરની જર્સી રિટાયર કરવી જોઈએ. તેઓ ક્રિકેટના દિગ્ગજ છે. તેમના જર્સી-નંબરનું સન્માન કરવું જોઈએ.’
ભારતીય ક્રિકેટ બોર્ડે દિગ્ગજ સચિન તેન્ડુલકર અને મહેન્દ્ર સિંહ ધોનીના જર્સી-નંબર રિટાયર કર્યા હતા. સચિનનો જર્સી-નંબર ૧૦ અને ધોનીનો જર્સી-નંબર ૭ ક્રિકેટ બોર્ડ દ્વારા નિવૃત્ત કરવામાં આવ્યો છે. ત્યાર બાદથી ભારતીય ક્રિકેટમાં આવનાર કોઈ પણ ખેલાડી ૭ અને ૧૦ નંબરની જર્સી પહેરીને રમી શકતો નથી.