01 September, 2025 10:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હાર્દિક પંડ્યા
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ હાર્દિક પંડ્યા વિશે મોટું નિવેદન આપ્યું છે. રોહિત શર્મા બાદ ભારતનો નેક્સ્ટ વન-ડે કૅપ્ટન શુભમન ગિલ હશે કે શ્રેયસ ઐયર એ સવાલનો જવાબ આપતાં સુરેશ રૈનાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘હાર્દિક પંડ્યા વાઇટ-બૉલની ક્રિકેટમાં ધમાલ મચાવી શકે છે. મને તે ભારતનો નેક્સ્ટ વન-ડે કૅપ્ટન લાગે છે. તેની પાસે કપિલ દેવ પાજી જેવો અનુભવ છે; પછી ભલે એ બૅટિંગ હોય, બોલિંગ હોય કે ફીલ્ડિંગ હોય. તે ખૂબ જ સકારાત્મક વ્યક્તિ છે. તે ટીમના પ્લેયર્સની નજીક રહે છે. મને તેનામાં ધોનીની ઝલક દેખાય છે. તે જે રીતે પ્લેયર્સ સાથે વાતચીત કરે છે અને મેદાન પર ઊર્જા લઈને આવે છે એ મને સૌથી વધુ ગમે છે.’