વૃદ્ધિમાન સહા હજી પણ કોરોના-પૉઝિટિવ, ઇંગ્લૅન્ડની સિરીઝમાંથી થઈ શકે છે બાદબાકી

15 May, 2021 03:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બે અઠવાડિયાં આઇસોલેશનમાં ગાળ્યા બાદ પણ રિઝલ્ટમાં બદલાવ નહીં, રિપોર્ટ અનુસાર હવે તેના શરીરમાં કોવિડ-19નાં કોઈ લક્ષણ રહ્યાં નથી વિકેટકીપર-બૅટ્સમૅન વૃદ્ધિમાન સહાનો કોરોના-રિપોર્ટ ફરી પૉઝિટિવ આવ્યો છે.

વૃદ્ધિમાન સહા

બે અઠવાડિયાં આઇસોલેશનમાં ગાળ્યા બાદ પણ રિઝલ્ટમાં બદલાવ નહીં, રિપોર્ટ અનુસાર હવે તેના શરીરમાં કોવિડ-19નાં કોઈ લક્ષણ રહ્યાં નથી વિકેટકીપર-બૅટ્સમૅન વૃદ્ધિમાન સહાનો કોરોના-રિપોર્ટ ફરી પૉઝિટિવ આવ્યો છે. ત્રીજી મેએ કોરોનાના કેસ વધતાં આઇપીએલ અટકાવી દેવી પડી હતી અને ચોથી મેએ સહાનો રિપોર્ટ પૉઝિટિવ આવતાં તેને દિલ્હીમાં આઇસોલેટ કરવામાં આવ્યો હતો. તેનો ફરી રિપોર્ટ કરવામાં આવ્યો હતો, પણ ફરી પૉઝિટિવ આવ્યો છે. 

જોકે રિપોર્ટ અનુસાર હવે તેની બૉડીમાં કોવિડનતાં કોઈ લક્ષણ નથી; તાવ, કફ વગેરેથી તે મુક્ત થઈ ગયો છે, પણ રિપોર્ટ પૉઝિટિવ આવતાં તેણે દિલ્હીમાં જ આઇસોલેશનમાં રહેવું પડશે. એક વાર તેનો રિપોર્ટ નેગેટિવ આવી ગયા બાદ જ ડૉક્ટરો તેને ઘરે જવાની છૂટ આપશે. 
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ અને ઇંગ્લૅન્ડની સિરીઝ માટે જાહેર થયેલી ભારતીય ટીમમાં વૃદ્ધિમાન સહાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેને અને લોકેશ રાહુલને ‘સંપૂર્ણપણે ફિટ હશે તો’ની શરત સાથે સિલેક્શન કરવામાં આવ્યું છે. બીજું, ક્રિકેટ બોર્ડે દરેક ખેલાડીઓને ચોખ્ખા શબ્દોમાં જણાવી દીધું છે કે ઇંગ્લૅન્ડ રવાના થતાં પહેલાં બધા કોરોનામુક્ત અને ફિટ હોવા જરૂરી છે. ૨૫ મેએ મુંબઈમાં ટીમ બાયો-બબલ્સમાં દાખલ થશે એ પહેલાં જો સહા નેગેટિવ ન થયો અને સંપૂર્ણપણે ફિટ નહીં જણાય તો કદાચ તેનું પત્તું કપાઈ શકે છે.

માઇક હસી આખરે થયો નેગેટિવ 
ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર અને ચેન્નઈ સુપર કિંગ્સનો બૅટિંગ-કોચ માઇક હસી હવે કોરોનામુક્ત થઈ ગયો છે અને તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હવે હસી કદાચ એકાદ-બે દિવસમાં અન્ય ઑસ્ટ્રેલિયન સાથી પાસે મૉલદીવ્ઝ પહોંચી જશે. આઇપીએલમાં સામેલ ઑસ્ટ્રેલિયનો મૉલદીવ્ઝમાં ઑસ્ટ્રેલિયા પાછા જવા માટે રાહ જોઈને બેઠા છે અને હવે તેઓ રવિવારે ઑસ્ટ્રેલિયા જવા રવાના થવાના થશે. 

wriddhiman saha cricket news sports news sports sunrisers hyderabad coronavirus covid19