31 March, 2026 03:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાઇરન પોલાર્ડ સાથેનો સુનીલ નારાયણનો.
વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ સ્પિનર સુનીલ નારાયણે પોતાના ભૂતપૂર્વ સાથીખેલાડી કાઇરન પોલાર્ડનો ૪ વર્ષ જૂનો IPL રેકૉર્ડ તોડ્યો છે. સુનીલ નારાયણ હવે IPLમાં સૌથી વધુ ૧૯૦ મૅચ રમનાર વિદેશી ખેલાડી બન્યો છે. કાઇરન પોલાર્ડ ૨૦૧૦થી ૨૦૨૨ સુધી મુંબઈ ઇન્ડિયન્સ માટે હાઇએસ્ટ ૧૮૯ મૅચ રમ્યો હતો.
સુનીલ નારાયણ ૨૦૧૨થી કોલકાતા નાઇટ રાઇડર્સ માટે જ રમી રહ્યો છે. રવિવારે મુંબઈ ઇન્ડિયન્સ સામેની મૅચમાં તેણે ૩ ઓવરમાં ૩૦ રન આપીને તિલક વર્માની વિકેટ લીધી હતી. ૧૯૩ વિકેટ સાથે સુનીલ નારાયણ ટુર્નામેન્ટના હાઇએસ્ટ વિકેટટેકર બોલર્સમાં ત્રીજા ક્રમે છે. તે ટુર્નામેન્ટમાં એક ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર અને સૌથી વધુ વિકેટ લેનાર વિદેશી બોલર પણ છે.