સુનીલ નારાયણ T20 વર્લ્ડ કપ માટે રિટાયરમેન્ટમાંથી યુટર્ન નહીં લે

24 April, 2024 06:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૫૦૦થી વધુ T20 મૅચ બાદ પ્રથમ સેન્ચુરી ફટકારનાર ઑલરાઉન્ડરે કહ્યું, હવે દરવાજા બંધ થઈ ગયા છે મારા માટે

સુનીલ નારાયણ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સીઝનમાં શાનદાર ફૉર્મમાં રહેલો વેસ્ટ ઇન્ડીઝનો ભૂતપૂર્વ બોલિંગ ઑલરાઉન્ડર સુનીલ નારાયણ આગામી T20 વર્લ્ડ કપ માટે નિવૃત્તિનો નિર્ણય પાછો નહીં લે. સોશ્યલ મીડિયા પર એક પોસ્ટમાં તેણે લખ્યું કે ‘એ દરવાજા હવે બંધ છે.’ ૩૫ વર્ષના સુનીલ નારાયણે ૨૦૧૯માં વેસ્ટ ઇન્ડીઝ માટે છેલ્લી વખત T20 ઇન્ટરનૅશનલ મૅચ રમી હતી. તેણે ગયા વર્ષે નવેમ્બરમાં વિશ્વભરની ફ્રૅન્ચાઇઝી T20 લીગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. કોલકાતા નાઇટ રાઇડર્સ માટે બૅટ અને બૉલથી તેના શાનદાર ફૉર્મને જોતાં નારાયણને T20 વર્લ્ડ કપમાં રમવા માટે મનાવવાના પ્રયાસ થઈ રહ્યા હતા. નારાયણે ૫૦૦થી વધુ T20 મૅચ બાદ ફટકારેલી પ્રથમ સેન્ચુરી જોઈને વેસ્ટ ઇન્ડીઝના કૅપ્ટન રોવમૅન પોવેલે તેને નિવૃત્તિમાંથી પરત ફરવા અને ટીમનું પ્રતિનિધિત્વ કરવા વિનંતી કરી હતી.

sports news sports cricket news IPL 2024 t20 world cup sunil narine west indies