મિશ્ટી દોઈ અંગે ગાવસ્કરને, ગાંગુલી સામે છે આ મોટી ફરિયાદ

07 August, 2021 04:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ટીમ ઇન્ડિયાના પૂર્વ કૅપ્ટન સુનિલ ગાવસ્કર અને હાલના બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી વચ્ચે ઘણાં સારા સંબંધો છે, પણ તેમને દાદા (ગાંગુલી) સામે એક જ ફરિયાદ છે.

મિશ્ટી દોઈ અંગે ગાવસ્કરને, ગાંગુલી સામે છે આ મોટી ફરિયાદ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે જાહેર નૉટિંઘમ ટેસ્ટ દરમિયાન સુનીલ ગાવસ્કર અને વીરેન્દ્ર સહેવાગ `સોની ટેન`ના શૉ `એકસ્ટ્રા ઇનિંગ્સ`ના ગેસ્ટ બન્યા હતા. તેમની સામે મિશ્ટી દોઈ રાખવામાં આવી હતી. તેને જોતાં જ લિટલ માસ્ટના મનમાં એક ઘટના યાદ આવી ગઈ.

મિશ્ટી દોઈ જોઇને જૂની યાદો ફરી થઈ તાજી
સુનીલ ગાવસ્કરે જણાવ્યું, "જ્યારે હું કોલકાતા જાઉં છું તો મિષ્ટી દોઈ તો ખાવી જ હોય, જ્યારે હું ભારતીય ટીમનો કૅપ્ટન હતો, અને આપણા આજના જે બીસીસીઆઇ અધ્યક્ષ છે સૌરવ ગાંગુલી, તેમના જે પિતા છે, તે સમયે `ક્રિકેટ એસોસિએશન ઑફ બંગાળ`ના સચિવ હતા, તે રિસીવ કરવા આવતા ઍરપૉર્ટ પર, અને જ્યારે અમે હોટલ પહોંચતા, તો તેઓ મારી માટે હોટેલની ફ્રિઝમાં મોટી મિષ્ટી દોઈની હાંડી રાખતા. 8 દિવસ સુધી રહેવાનું હતું ત્યા, તે તેની સાથે ક્યારેક રોશોગુલ્લા પણ લઈ આવતા હતા, ત્યારે ખૂબ જ આનંદ આવતો."

ગાંગુલી સામે ગાવસ્કરને છે આ ફરિયાદ
સુનીલ ગાવસ્કરે કહ્યું, "ફક્ત એક જ ફરિયાદ છે, હું આશા રાખું છું કે સાંભળનારા સાંભળશે કે તે સમયે જે સચિવ હતા `ક્રિકેટ એસોસિએશન ઑફ બંગાળ`ના તેઓ આટલી મોટી હાંડી લાવતા હતા, અને જે હવે બીસીસીઆઇના અધ્યક્ષ છે, તે કંઇ નથી લાવતા." આ સાંભળીને વીરેન્દ્ર સહેવાગ ખડખડાટ હસવા માંડ્યા અને કહ્યું, "દાદા તમે સાંભળતા હોવ, તો હવે સની ભાઈ મળે અથવા વીરેન્દ્ર સહેવાગ મળે તો મિષ્ટી દોઈનું માટલું લાવજો અને રોશોગુલ્લા પણ."

ગાંગુલી ક્યારે કરશે સની પાજીની ડિમાન્ડ પૂરી?
સુનીલ ગાવસ્કર અને વીરેન્દ્ર સહેવાગની આ ડિમાન્ડ પર હાલ બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કોઈ કોમેન્ટ નથી કરી, પણ આશા છે કે દાદા આ દિગ્ગજોની ઇચ્છા જરૂર પૂરી કરશે.

sports news sports sunil gavaskar sourav ganguly