`કોહલી અને ધોનીની પૂજા કરવાનું બંધ કરો..` ગૌતમ ગંભીરે શા માટે આવું કહ્યું?

20 September, 2022 12:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગંભીરે કહ્યું કે લોકોએ ભારતીય ક્રિકેટરને હીરોની જેમ પૂજવાનું બંધ કરવું જોઈએ. તેણે કહ્યું કે કપિલ દેવ, મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી જેવા મોટા સ્ટાર ખેલાડીઓ સિવાય આપણે ક્રિકેટ અને ટીમ વિશે વાત કરવી જોઈએ.

ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીર (Gautam Gambhir) તેની સ્પષ્ટવક્તાને કારણે ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. પોતાના દિલની વાત કરવામાં તે અચકાતા નથી. ફરી એકવાર તેણે ભારતીય ક્રિકેટ અને ખેલાડીઓના સ્ટાર સ્ટેટસ વિશે કંઈક આવું જ કહ્યું છે. ગંભીરે કહ્યું કે લોકોએ ભારતીય ક્રિકેટરને હીરોની જેમ પૂજવાનું બંધ કરવું જોઈએ. તેણે કહ્યું કે કપિલ દેવ, મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી જેવા મોટા સ્ટાર ખેલાડીઓ સિવાય આપણે ક્રિકેટ અને ટીમ વિશે વાત કરવી જોઈએ. તે જ સમયે તેણે સલાહ આપી કે આપણે એક ખેલાડી પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે આપણે ટીમ અને તે ખેલાડીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેમણે ટીમમાં નાનું યોગદાન આપ્યું છે.

ગૌતમ ગંભીરે ઈન્ડિયન એક્સપ્રેસના આઈડિયા એક્સચેન્જ પ્રોગ્રામમાં કહ્યું, `ડ્રેસિંગ રૂમમાં સ્ટાર કે હીરો ન બનાવો. ભારતીય ક્રિકેટ જ અસલી  હીરો હોવો જોઈએ, કોઈ વ્યક્તિ નહીં. આપણે એક ખેલાડીને મોટો બનાવવાને બદલે આખી ટીમને મોટી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.`

એશિયા કપમાં અફઘાનિસ્તાન સામેની મેચનો ઉલ્લેખ કરતા ગંભીરે કહ્યું, “જે દિવસે વિરાટ કોહલીએ તેની 71મી સદી ફટકારી હતી, તે જ દિવસે નાના શહેર મેરઠના બોલર ભુવનેશ્વર કુમારે પણ તે જ મેચમાં 5 વિકેટ ઝડપી હતી. પરંતુ, કોઈએ તેના વિશે વાત પણ કરી ન હતી. આ ખરેખર કમનસીબ છે. હું એકમાત્ર એવો વ્યક્તિ હતો જેણે કોમેન્ટ્રી દરમિયાન ભુવનેશ્વર વિશે સતત ચર્ચા કરી હતી. ભુવનેશ્વરે 4 ઓવરમાં 5 વિકેટ ઝડપી હતી પરંતુ મને નથી લાગતું કે અન્ય કોઈને તેની જાણ હશે.

આ પણ વાંચો: ‘કિંગ કોહલી’ ન્યુ લુકમાં : શ્રેણી પહેલાં નવી હેરકટ

વિરાટની સદીની સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે.
આ ભૂતપૂર્વ ભારતીય ઓપનરે ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં આગળ કહ્યું, `જ્યારે વિરાટ કોહલીએ સદી ફટકારી ત્યારે આખો દેશ ઉજવણી કરી રહ્યો હતો. ભારતે હીરોની સંસ્કૃતિમાંથી બહાર આવવું પડશે. ક્રિકેટ હોય કે રાજકારણ. આપણે માત્ર ભારતીય ક્રિકેટની પૂજા કરવાની છે.

`ભારતીય ક્રિકેટમાં હીરો કલ્ચર બંધ થવું જોઈએ`
તેણે ભારતીય ક્રિકેટમાં હીરો કલ્ચર વિશે કહ્યું કે તે બે કારણોને લીધે વિકસી છે. પ્રથમ સોશિયલ મીડિયા ફોલોઅર્સ, જે કદાચ આ દેશમાં સૌથી નકલી વસ્તુ છે, કારણ કે તમારા કેટલા ફોલોઅર્સ છે તેના પરથી તમે નક્કી કરી શકો છો. તે જ એક બ્રાન્ડ બનાવે છે. અન્ય મીડિયા અને બ્રોડકાસ્ટર્સ દ્વારા.

ગંભીરે આગળ કહ્યું, `જો તમે રોજેરોજ કોઈ માણસ વિશે વાત કરતા રહેશો તો એક દિવસ તે આપોઆપ બ્રાન્ડ બની જશે. આવું 1983માં થયું હતું. શા માટે આપણે ધોનીથી શરૂઆત કરવી જોઈએ? તેની શરૂઆત 1983માં થઈ હતી જ્યારે ભારતે પ્રથમ વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારથી માત્ર કપિવદેવની વાતો થતી રહે છે. ત્યારપછી અમે 2007 અને 2011માં વર્લ્ડ કપ જીત્યો, પછી ધોનીની વાતો શરૂ થઈ. આ બધું કોણે શરૂ કર્યું? કોઈ ખેલાડી કે BCCIએ આવું કર્યું નથી. શું ન્યૂઝ ચેનલો કે બ્રોડકાસ્ટર્સે ક્યારેય ભારતીય ક્રિકેટ વિશે વાત કરી છે? બે-ત્રણ લોકો એવા છે જે ભારતીય ક્રિકેટના હિસ્સેદાર છે. ભારતીય ક્રિકેટ ડ્રેસિંગ રૂમમાં બેઠેલા 15 લોકો દ્વારા ચલાવવામાં આવે છે, માત્ર એક વ્યક્તિ નહીં. દરેકનું પોતાનું યોગદાન છે.

sports news gautam gambhir ms dhoni virat kohli