° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 September, 2022


‘કિંગ કોહલી’ ન્યુ લુકમાં : શ્રેણી પહેલાં નવી હેરકટ

19 September, 2022 11:38 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સેલિબ્રિટી હેર-આર્ટિસ્ટ રાશિદ સલ્માનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ-પેજ પર પોસ્ટ કરેલા વિડિયોમાં બતાવાયા મુજબ કોહલીએ તેમની પાસે નવી હેરસ્ટાઇલ બનાવડાવી છે.

‘કિંગ કોહલી’ ન્યુ લુકમાં T20 World Cup

‘કિંગ કોહલી’ ન્યુ લુકમાં

વિરાટ કોહલી નબળા બૅટિંગ-ફૉર્મના લગભગ ત્રણ વર્ષના લાંબા સમયગાળા બાદ એશિયા કપમાં બે હાફ સેન્ચુરી અને એક સેન્ચુરી સાથે પાછો ફૉર્મમાં આવ્યો એ સાથે તેના વ્યક્તિત્વમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. તે મેદાન પર પહેલાં કરતાં વધુ જોશ અને ઝનૂનમાં જોવા મળ્યો છે અને શનિવારે તેણે કમાલ કરી હતી. સેલિબ્રિટી હેર-આર્ટિસ્ટ રાશિદ સલ્માનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ-પેજ પર પોસ્ટ કરેલા વિડિયોમાં બતાવાયા મુજબ કોહલીએ તેમની પાસે નવી હેરસ્ટાઇલ બનાવડાવી છે.

કિંગ કોહલી આ હેરકટ પછી મોહાલીમાં ગઈ કાલે ટીમ સાથે જોડાયો હતો, જ્યાં આવતી કાલે ઑસ્ટ્રેલિયા સામે પહેલી ટી૨૦ રમાવાની છે અને કોહલી એમાં નવા અંદાજમાં જોવા મળશે. કોહલીની હેરસ્ટાઇલમાં ખાસ કોઈ ફેરફાર નથી કરાયો, પરંતુ એ ‘ટૉક ઑફ ધ ટાઉન’ હોવાથી તેની જરાસરખીય નવી હેરસ્ટાઇલ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે.

19 September, 2022 11:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

News In Short: સૂર્યકુમારે બાબરનું ત્રીજું સ્થાન આંચકી લીધું

મંગળવારે મોહાલીમાં સૂર્યકુમારે ઑસ્ટ્રેલિયા સામે જે ૪૬ રન બનાવ્યા એને લીધે તેને રૅન્કિંગ્સમાં ત્રીજા નંબર પર આવવા મળ્યું છે

22 September, 2022 02:17 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

News In Short: ગપ્ટિલનો વિક્રમી સાતમો વર્લ્ડ કપઃ કિવી ટીમ જાહેર

કેન વિલિયમસનના સુકાનમાં ગઈ કાલે જાહેર કરાયેલી વર્લ્ડ કપની ટીમ આ મુજબ છે

21 September, 2022 12:37 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

બૉલ પર થૂંક લગાડવા પર કાયમી પ્રતિબંધ, બૅટર માટે પિચ પર મૂવમેન્ટ મર્યાદિત

આઇસીસીએ વર્લ્ડ કપથી અમલી બનનારા બીજા અનેક નિયમોની કરી જાહેરાત : વન-ડેમાં પણ સ્લો ઓવર-રેટનો નિયમ આવ્યો

21 September, 2022 11:58 IST | Dubai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK