સ્મિથ નહીં સુધરે, પંતનું ધ્યાન અન્યત્ર ભટકાવવા પિચ પર કરી અવળચંડાઈ

12 January, 2021 07:50 AM IST  |  Sydney | Gujarati Mid-day Correspondent

સ્મિથ નહીં સુધરે, પંતનું ધ્યાન અન્યત્ર ભટકાવવા પિચ પર કરી અવળચંડાઈ

પિચ પર નવો માર્ક બનાવી રહેલો ઑસ્ટ્રેલિયન પ્લેયર સ્ટીવ સ્મિથ

ટીમ ઇન્ડિયાને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં જ્યાં એક બાજુ દર્શકો પાસેથી રંગભેદની ટિપ્પણી સાંભળવા મળી હતી ત્યાં બીજી ઇનિંગમાં જામી ચૂકેલા રિષભ પંતનું ધ્યાન ભટકાવવા સ્ટીવ સ્મિથ ડ્રિન્ક દરમ્યાન અવડચંડાઈ કરતો જોવા મળ્યો હતો.

ટેસ્ટ મૅચના પાંચમા દિવસે ડ્રિન્ક્સ દરમ્યાન સ્મિથ પિચ પાસે આવ્યો હતો અને સ્ટમ્પ્સ પાસે બૅટ્સમૅને કરેલા માર્ક પાસેની જગ્યાએ પોતાના બૂટથી નવો માર્ક બનાવતો હતો. પંત જ્યારે બૅટિંગ માટે આવ્યો ત્યારે તેણે બે માર્ક જોયા અને અમ્પાયરની પરવાનગી લઈને ફરીથી પોતાનો માર્ક સેટ કર્યો હતો.

સ્મિથની આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. જોકે આ વિડિયોમાં સ્મિથનો ચહેરો નથી દેખાતો, પણ નવો માર્ક બનાવ્યા બાદ જ્યારે તે ઑસ્ટ્રેલિયાના પ્લેયર પાસે પાછો વળ્યો ત્યારે તેની જર્સી પરનો ૪૯ નંબર જોવા મળ્યો હતો, જે સ્મિથનો જર્સી-નંબર છે.

આ પહેલાં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મૅચ દરમ્યાન બૉલ-ટેમ્પરિંગના મામલે સ્મિથ એક વર્ષનો પ્રતિબંધ ભોગવી ચૂક્યો છે.

sports sports news test cricket australia india sydney steve smith Rishabh Pant