વર્લ્ડ કપ 2011ની ફાઇનલ પર ફિક્સિંગનો આરોપ, શ્રીલંકા કરશે તપાસ

30 June, 2020 09:22 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

વર્લ્ડ કપ 2011ની ફાઇનલ પર ફિક્સિંગનો આરોપ, શ્રીલંકા કરશે તપાસ

પ્રતીકાત્મક તસવીર

શ્રીલંકાના પૂર્વ રમત મંત્રી મહિંદાનંદ અલુથગામગેએ દાવો કર્યો કે શ્રીલંકાએ ભારતને જીત આપાવવા માટે 2011ની ફાઇનલ મેચ વેચી દીધી હતી. આ મામલે શ્રીલંકન સરકારે આરોપોની અપરાધિક તપાસના આદેશ આપ્યા છે. રમત મંત્રાલયના સચિવ કેડીએસ રુવાચંદ્રએ એએફપી ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં કહ્યું, "અપરાધિક તપાસ શરૂ થઈ ગઇ છે."

આ મહિનાની શરૂઆતમાં આ મુદ્દો ઉછાળવામાં આવ્યો હતો, જ્યારે સ્થાનિક ટીવી ચેનલ સાથે વાતચીતમાં અલુથગામગે (જે તે સમયે શ્રીલંકાના રમત મંત્રી હતા)એ કહ્યું કે ભારત અને શ્રીલંકા વચ્ચે 2011 વિશ્વ કપ ફાઇનલ ફિક્સ કરવામાં આવ્યું હતું. અલુથગામગેએ કહ્યું હતું, "આજે હું તમને જણાવી રહ્યો છું કે અમે 2011નું વિશ્વ કપ વેચ્યું, મેં આ કહ્યું હતું જ્યારે હું રમતમંત્રી હતો."

સમાચાર એજન્સી એએફપીએ શ્રીલંકાથી સ્થાનિક રિપોર્ટનો હવાલો આપતાં એ પણ દાવો કર્યો હતો કે શ્રીલંકાના પૂર્વ કૅપ્ટન અરવિંદ ડિસિલ્વા(2011ના ફાઇનલ માટે ટીમના મુખ્ય ચયનકર્તા હતા)ને મંગળવારે તપાસકર્તાઓ સાથેની મુલાકાત માટે બોલાવવામાં આવ્યા હતા.

તાજેતરમાં જ સન્ડે ટાઇમ્સની એક કૉલમમાં ડિસિલ્વાએ આરોપોનું ખંડન કર્યું હતું અને એસએલસી, બીસીસીઆઇ અને આઇસીસી સાથે આ વિષયે કોઇપણ સંદેહને દૂર કરવાને મામલે તપાસ કરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે પોતાની કૉલમમાં લખ્યું હતું, "અમે અસત્ય સાથે લોકોને દર વખતે દૂર થવા નથી દઈ શકીએ. હું બધાંને અનુરોધ કરું છું, આઇસીસી, બીસીસીઆઈ અને એસએલસી તરત આની તપાસ કરે."

2011 વિશ્વકપ ફાઇનલમાં શ્રીલંકાના કૅપ્ટન કુમાર સંગકારાએ ટૉસ જીત્યા પછી બૅટિંગ કરવાની પસંદગી કરી. મહેલા જયવર્ધને શાનદાર શતક બનાવ્યું અને ભારતને 275 રન્સનું ટારગેટ આપ્યું હતું. ગૌતમ ગંભીર (97) અને ત્યાર બાદ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (91)ના શાનદાર પ્રદર્શનને કારણે ભારત ટ્રૉફી જીતવા માટે 6 વિકેટથી જીત્યું હતું. 1983 બાદ ભારતે બીજીવાર વિશ્વકપ જીત્યું હતું.

sports sports news cricket news world cup 2011 sri lanka india