આજે રવીન્દ્ર જાડેજા પ્લેઑફમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બની શકે છે

27 May, 2026 09:44 AM IST  |  Chandigarh | Gujarati Mid-day Correspondent

આજે એલિમિનેટર મૅચમાં રાજસ્થાન તરફથી ત્રણ વિકેટ લઈને રવીન્દ્ર જાડેજા પ્લેઑફમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બની શકે છે

રવિન્દ્ર જાડેજાની ફાઇલ તસવીર

IPL પ્લેઑફના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ ભૂતપૂર્વ કૅરિબિયન ફાસ્ટ બોલર ડ્વેન બ્રાવોએ લીધી છે. તેણે ચેન્નઈ અને ગુજરાત લાયન્સ માટે રમીને ૨૮ વિકેટ ઝડપી હતી. બીજા ક્રમે સ્પિનર રવિચન્દ્રન અશ્વિને ચેન્નઈ, દિલ્હી અને રાજસ્થાન તરફથી ૨૧ વિકેટ લીધી છે. ફાસ્ટ બોલર મોહિત શર્માએ ચેન્નઈ અને ગુજરાત ટાઇટન્સ તરફથી ૨૦ વિકેટ લીધી છે.

ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે મુંબઈ, રાજસ્થાન, દિલ્હી, હૈદરાબાદ અને કલકત્તા તરફથી પ્લેઑફમાં રમીને ૧૯ વિકેટ લીધી હતી; જ્યારે સ્પિનર રવીન્દ્ર જાડેજાએ પણ ૧૯ વિકેટ લીધી છે. તેણે રાજસ્થાન, ચેન્નઈ અને ગુજરાત લાયન્સ તરફથી રમીને આટલી વિકેટ લીધી હતી. આજે એલિમિનેટર મૅચમાં રાજસ્થાન તરફથી ત્રણ વિકેટ લઈને રવીન્દ્ર જાડેજા પ્લેઑફમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બની શકે છે.

ravindra jadeja rajasthan royals IPL 2026 indian premier league cricket news sports sports news dwayne bravo chennai super kings gujarat lions ravichandran ashwin delhi capitals mumbai indians sunrisers hyderabad kolkata knight riders