ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ તરીકે ગર્વ અનુભવું છું: સૌરવ ગાંગુલી

24 October, 2019 02:20 PM IST  |  મુંબઈ

ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ તરીકે ગર્વ અનુભવું છું: સૌરવ ગાંગુલી

સૌરવ ગાંગુલી

ભારતીય ક્રિકેટ બોર્ડના નવા પ્રેસિડન્ટ પદે સૌરવ ગાંગુલીની વરણી થઈ ચૂકી છે અને આ નવી વરણી થતાં તે ઘણો ગર્વ અનુભવે છે. પદવી ગ્રહણ કરતાંની સાથે દાદાએ પોતાના મનની લાગણી સોશ્યલ મીડિયામાં વહેતી કરી હતી. ગાંગુલીએ કહ્યું હતું કે ‘મારા માટે આ ગર્વની વાત છે.’

ગાંગુલી સાથે ભારતીય ક્રિકેટ બોર્ડમાં સેક્રેટરી પદે ગૃહપ્રધાન અમિત શાહના પુત્ર જય શાહની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે કેરળના જયેશ જ્યોર્જને જૉઇન્ટ સેક્રેટરી તરીકે અને વાઇસ પ્રેસિડન્ટ પદે મહિમ વર્માને પસંદ કરવામાં આવ્યા છે. ગાંગુલીની આ નવી જવાબદારી માત્ર ૧૦ મહિના સુધી રહેશે.

ઇન્ડિયન ક્રિકેટ માટે ખૂબ જ મહત્વનો છે વિરાટ કોહલી : સૌરવ ગાંગુલી

ઇન્ડિયન સ્કીપર વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ અત્યાર સુધી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં પાંચ ટેસ્ટ રમી ચૂકી છે અને પાંચેય મૅચ પોતાના નામે કરવામાં સફળ રહી છે. ક્રિકેટની ત્રણેય ફૉર્મેટમાં કોહલી ટીમની કમાન યોગ્ય રીતે સંભાળી રહ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડના નવા પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીએ પણ કોહલીની વાહવાહી કરતાં તેને ટીમ ઇન્ડિયા માટે મહત્ત્વનો પ્લેયર ગણાવી પોતાનો ટેકો આપ્યો છે. દાદાએ આ વિશે કહ્યું કે ‘ઇન્ડિયન ક્રિકેટમાં કૅપ્ટનનું સ્થાન ઘણું મહત્ત્વનું હોય છે. અમે અહીં તેને સપોર્ટ કરવા અને તેને સાંભળવા બેઠા છીએ. હું પોતે પણ એક કૅપ્ટન રહ્યો છું એટલે તેની સ્થિતિ સમજી શકું છું. કદાચ આ અમારો એકબીજા પ્રત્યે પરસ્પરનો આદરભાવ છે. હા, ગેમ માટે જે બેસ્ટ હશે એ માટેનાં સલાહ-સૂચનો અને ચર્ચા-વિચારણાને પણ ધ્યાનમાં લેવાશે. અમે અહીં ક્રિકેટરોનું જીવન સુધારવા બેઠા છીએ અને બીજું બધું તો પર્ફોર્મન્સ પર આધાર રાખે છે.’

આ પણ વાંચો : ચૅમ્પિયન્સ જલદી હાર નહીં માને અને ધોનીના હોવા પર મને ગર્વ છે : ગાંગુલી

ઇન્ડિયન ટીમ જ્યારે સતત જીતી રહી છે ત્યારે મને નથી લાગતું કે ડ્યુઅલ કૅપ્ટન્સીનો પ્રશ્ન ઊભો થવો જોઈએ. આપણી ટીમ હાલમાં દુનિયાની શ્રેષ્ઠ ટીમ છે અને એમાં કોઈ ફેરફારની જરૂર નથી લાગતી.

- સૌરવ ગાંગુલી

sourav ganguly board of control for cricket in india cricket news sports news