ચૅમ્પિયન્સ જલદી હાર નહીં માને અને ધોનીના હોવા પર મને ગર્વ છે : ગાંગુલી

Published: Oct 24, 2019, 14:14 IST | મુંબઈ

મહેન્દ્ર સિંહ ધોનીનું ભારતીય ટીમમાં હવે કેટલા સમયનું કરીઅર બાકી છે એ પ્રશ્ન લગભગ દરેક ક્રિકેટપ્રેમીને મૂંઝવી રહ્યો છે.

સૌરવ ગાંગુલી
સૌરવ ગાંગુલી

મહેન્દ્ર સિંહ ધોનીનું ભારતીય ટીમમાં હવે કેટલા સમયનું કરીઅર બાકી છે એ પ્રશ્ન લગભગ દરેક ક્રિકેટપ્રેમીને મૂંઝવી રહ્યો છે. ધોની ટીમમાં થોડા સમય માટે બનેલો રહેશે એ વાતનો અણસાર આપતાં ભારતીય ક્રિકેટ બોર્ડના નવા પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે ચૅમ્પિયન્સ જલદી વિદાય નહીં લે. ધોની વિશે પોતાના વિચાર પ્રગટ કરતાં દાદાએ કહ્યું હતું કે ‘ધોનીના મનમાં શું ગણતરી છે એ મને નથી ખબર, પણ તેનું ટીમમાં હોવું એ ગર્વની વાત છે.

dhoni

હું જલદી તેને મળવાનો છું. મારી વાત કરું તો એક સમયે લોકોએ મને પણ કીધું હતું કે મારું કરીઅર ખતમ થઈ ગયું છે, પણ મેં કમબૅક કર્યું અને ચાર વર્ષ ઇન્ડિયન ટીમ માટે રમ્યો. ચૅમ્પિયન્સ ક્યારે પણ જલદીથી હાર ન માને.’

ગાંગુલીને મળેલી આ નવી જવાબદારીને પગલે સચિન તેન્ડુલકરથી માંડી વિરાટ કોહલી સુધીના અનેક ક્રિકટરો અને અન્ય ક્ષેત્રના લોકોએ પણ તેને શુભેચ્છા આપી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK