ગાંગુલીએ કર્યો પોતાના ખરાબ સમયનો ખુલાસો, કૅપ્ટનના પદેથી ખસેડવામાં સામેલ

10 July, 2020 03:39 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

ગાંગુલીએ કર્યો પોતાના ખરાબ સમયનો ખુલાસો, કૅપ્ટનના પદેથી ખસેડવામાં સામેલ

સૌરવ ગાંગુલી

ભારતીય પૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ ક્રિકેટને અલવિદા કર્યે અનેક વર્ષો થઈ ગયા, પણ હવે તેમણે પોતાના મુશ્કેલ સમયનો ખુલાસો કર્યો છે. સૌરવે કહ્યું કે તેમના કરિઅરનો સૌથી ખરાબ સમય તે હતો, જ્યારે તેમને 2005માં ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટનના પદ પરથી હટાવવામાં આવ્યા અને ત્યાર બાદ ટીમમાંથી પણ હટાવી દેવામાં આવ્યા. સૌરવ ગાંગુલીએ એક સમાચાર એજન્સી સાથે વાતચીતમાં આને સંપૂર્ણ રીતે 'અન્યાયપૂર્ણ' કહ્યું છે. સૌરવ ગાંગુલીએ કહ્યું કે મારા કરિઅરનો સૌથી મોટો ઝટકો હતો અને આ સંપૂર્ણ રીતે અન્યાય હતો. હું જાણું છું તે તમને દર વખથે ન્યાય ન મળી શકે પણ ત્યારે પણ આવા વર્તનથી બચી શકાતું હતું. હું તે ટીમનો કૅપ્ટન હતો, જેણે ઝિમ્બાબ્વે સામે જીત નોંધાવી હતી, પણ ભારત આવ્યા પછી મને ટીમમાંથી કાઢી મૂકવામાં આ્યો. પૂર્વ કૅપ્ટને કહ્યું કે મારું વર્ષ 2007માં વર્લ્ડ કપ જીકવાનું સપનું હતું કારણકે ગયે વખતે અમે ફાઇનલમાં હારી ગયા હતા. વર્લ્ડ કપ જીતવાનું સપનું હોવાની પાછળ મારી પાસે કારણો હતા.

પૂર્વ કેપ્ટને જણાવ્યું કે તેમના નેતૃત્વમાં છેલ્લા પાંચ વર્ષમાં ટીમે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. પછી તે ભારતીય સ્ટેડિયમમાં હોય કે વિદેશી, પણ ત્યારે એકાએક મને ટીમમાંથી હટાવી દેવામાં આવ્યો. પહેલા તમે કહ્યું કે હું વનડે ટીમમાં નથી અને ત્યાર બાદ મને ટેસ્ટ ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યું. સૌરવે કહ્યું કે એમાં કોઇ શંકા નથી કે ત્યારે જે થયું ત્યારે મુખ્ય કોચ ગ્રેગ ચેપલે તેમના વિરુદ્ધ ઇ-મેલ લખ્યો, જે લીક થઈ ગયો.

આ પણ જુઓ : સૌરવ ગાંગુલીની આ તસવીરો તમે ક્યારેય નહીં જોઇ હોય

સૌરવે કહ્યું કે હું ફક્ત ચેપલને જ દોષ નહીં આપું, પણ આમાં કોઇ શંકા નથી કે તે ચેપલ જ હતા, જેમણે શરૂઆત કરી. ચેપલે એકાએક મારા વિરુદ્ધ બીસીસીઆઇને ઇ-મેવ લખ્યો, જે લીક થઈ ગયો. શું આવી વાતો થાય છે? એક ક્રિકેટ ટીમ પરિવારની જેમ હોય છે. સલાહમાં ભિન્નતા અને પરિવારમાં અસહેમતિ પણ હોય છે, પણ તેનો ઉકેલ વાતચીતથી નીકળી શકે છે. તમે કોચ છો અને માનો છો કે મારે એક ચોક્કસ નંબર પર રમવું જોઇએ, તો તમારે મને આ કહેવું જોઇએ. જ્યારે હું ખેલાડી તરીકે પાછો આવ્યો, ત્યારે તેમણે બરાબર એ જ વાત મારી સાથે કરી. સવાલ એ છે કે તમે પહેલા આવું કેમ ન કર્યું?

આ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

જો કે, ગાંગુલીએ એકલા ચેપલને દોષ આપવાની ના પાડતાં કહ્યું કે સંપૂર્ણ વ્યવસ્થાના સમર્થન વગર ભારતીય કૅપ્ટનને હટાવવું શક્ય નથી. તેમણે કહ્યું તે અન્ય લોકો પણ માસૂમ નથી. એક વિદેશી કોચ જેની પસંદગીથી કોઇ લેવડ-દેવડ ન હોય, તે ભારતીય કૅપ્ટનને હટાવી ન શકે. હું સમજી ગયો હતો કે તે વ્યવસ્થાના સમર્થન વગર શક્ય નહોતું. મને હટાવવાની યોજનામાં દરેક વ્યકિત સામેલ હતી, પણ હું દબાણમાં તૂટ્યો નહીં. મેં પોતે વિશ્વાસ ન ખોયો. વર્ષ 2005માં ટીમમાંથી હટાવી દેવાયા બાદ સૌરવ ગાંગુલી લગભગ એક વર્ષ પછી ભારતીય ટીમમાં કમબૅક કર્યું અને ત્યારબાદ લગભગ હજી બે વર્ષ ભારતીય ટીમને સેવા આપી.

cricket news sports news sports sourav ganguly