રવિ શાસ્ત્રીની જગ્યાએ રાહુલ દ્રવિડ હશે શ્રીલંકા પ્રવાસ પર કોચ-સૌરવ ગાંગુલી

15 June, 2021 06:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુખ્ય કોચ રવિ શાસ્ત્રી પણ સીરિઝ દરમિયાન ઇંગ્લેન્ડમાં જ હશે આ કારણે તેમની જવાબદારી પૂર્વ દિગ્ગજ અને એનસીએ પ્રમુખ રાહુલ દ્રવિડને આપવામાં આવી છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય ખેલાડી હાલ ઇંગ્લેન્ડ પ્રવાસ પર છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં રમ્યા પછી ટીમને મેઝબાન વિરુદ્ધ પાંચ ટેસ્ટ મેચની સીરિઝમાં રમવાનું છે. કૅપ્ટન વિરાટ કોહલી, વાઇસ કૅપ્ટન રોહિત શર્મા લિમિટેડ ઓવર સીરિઝમાં શ્રીલંકા વિરુદ્ધ નથી રમતા તેમની જગ્યાએ ઓપનર શિખર ધવનને કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. મુખ્ય કોચ રવિ શાસ્ત્રી પણ સીરિઝ દરમિયાન ઇંગ્લેન્ડમાં જ હશે આ કારણે તેમની જવાબદારી પૂર્વ દિગ્ગજ અને એનસીએ પ્રમુખ રાહુલ દ્રવિડને આપવામાં આવી છે.

ગાંગુલીએ એક અંગ્રેજી વેબસાઇટ સાથે વાત કરતા આ વાતની પુષ્ઠિ કરી છે કે મુખ્ય કોચ રવિ શાસ્ત્રીની ગેરહાજરીમાં પૂર્વ ભારતીય કૅપ્ટન રાહુલ દ્રવિડ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચની ભૂમિકા ભજવશે. ગાંગુલીએ કહ્યું, રાહુલ દ્રવિડ શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમના કોચ હશે. ભારતીય ટીમને શ્રીલંકામાં 3 વનડે અને આ મેચની સીરિઝ રમવાની છે.

શ્રીલંકા પ્રવાસ માટે આઇપીએલમાં પોતાની બૅટિંગથી પસંદગીકર્તાઓને પ્રભાવિત કરનારા રિતુરાજ ગાયકવાડની પસંદગી થઈ. પહેલીવાર તેમની પસંદગી ભારતીય ટીમ માટે કરવામાં આવી છે. આશા છે કે આ પ્રવાસ પર તેમને ડેબ્યૂ કરવાની તક મળશે. દ્રવિડની કોચિંગમાં ઇન્ડિયા એ તરફથી રમી ચૂકેલા રિતુરાજે આ તકને બહેતરીન અવસર ગણાવી.

તેણે કહ્યું, આ અવસર સીમિત હશે પણ હું આ નાનકડા પ્રવાસમાં જેટલું શક્ય તેટલું વધારે શીખવાનો પ્રયત્ન કરીશ. આ ગ્રુપમાં ઘણાં બધા અનુભવી ખેલાડી સામેલ છે અને સૌથી મોટી વાત કે એકવાર ફરીથી મને રાહુલ સર સાથે જોડાવાની તક મળશે.

શ્રીલંકા પ્રવાસ માટે આવી છે ભારતીય ટીમ
શિખર ધવન (કૅપ્ટન), પૃથ્વી શૉ, દેવદત્ત પડીક્કલ, રિતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, હાર્દિક પાંડ્યા, નિતીશ રાણા, ઇશાન કિશન (વિકેટકીપર), સંજૂ સેમસન (વિકેટકીપર), યુજવેન્દ્ર સિંહ ચહલ, રાહુલ ચાહર, કૃષ્ણપ્પા ગૌતમ, ક્રુણાલ પાંડ્યા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર (વાઇસ કૅપ્ટન), દીપક ચાહર, નવદીપ સૈની અને ચેતન સકારિયા.

નેટ બૉલર- ઇશાન પોરેલ, સંદીપ વૉરિયર, અર્શદીપ સિંહ, સાઈ કિશોર, સિમરનજીત સિંહ

rahul dravid sourav ganguly sports news sports cricket news