12 August, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શુભમન ગિલ
શુભમન ગિલે તાજેતરમાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં ભારતીય ટીમની પહેલી વાર કૅપ્ટન્સી કરીને પોતાનું નેતૃત્વ-કૌશલ્ય દર્શાવ્યું હતું. કૅપ્ટન તરીકેની કરીઅરની શાનદાર શરૂઆત બાદ તે હવે T20 ટીમમાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. મળતા અહેવાલ અનુસાર આગામી T20 એશિયા કપ 2025માં તે વાઇસ કૅપ્ટન બની શકે છે. આ પહેલાં ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં આ પદ ઑલરાઉન્ડર અક્ષર પટેલને મળ્યું હતું.
T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવ ઇન્જરીની સર્જરી બાદ હવે પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યો છે. શુભમન ગિલ ભારતની વન-ડે ટીમમાં પણ વાઇસ કૅપ્ટન છે. રોહિત શર્માની ઇન્ટરનૅશનલ કરીઅરના ભવિષ્યની શંકાઓ વચ્ચે શુભમન ગિલને વર્ષ ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપ માટે ટીમના કૅપ્ટન તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.