શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજની શનિવારે, રવિવારે ક્રિકેટ ટુર્નામેન્ટ યુવા કપ ૨૦૨૬

27 February, 2026 08:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સમાજના ખેલાડીઓ માટેની ઓવર-આર્મ ક્રિકેટ ટુર્નામેન્ટ ‘યુવા કપ ૨૦૨૬’નું આયોજન આવતી કાલે અને રવિવારે કાંદિવલી-વેસ્ટના પોઇસર જિમખાનામાં કરવામાં આવ્યું છે

પ્રતીકાત્મક તસવીર

શ્રી મુંબઈ ગુર્જર ક્ષત્રિય કડિયા મહાજન ટ્રસ્ટ અને શ્રી બોરીવલી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના સહયોગથી શ્રી શ્યામ યુવા મંડળ દ્વારા સમાજના ખેલાડીઓ માટેની ઓવર-આર્મ ક્રિકેટ ટુર્નામેન્ટ ‘યુવા કપ ૨૦૨૬’નું આયોજન આવતી કાલે અને રવિવારે કાંદિવલી-વેસ્ટના પોઇસર જિમખાનામાં કરવામાં આવ્યું છે. 

૬ ઓવરની ઓવર-આર્મ ટેનિસ બૉલ ટુર્નામેન્ટની આ બીજી સીઝનમાં સાપરા ટાઇટન્સ, શ્રીજી બૉય્ઝ, UJ સ્પાર્ટન્સ, સૉલિડાગો સ્ટ્રાઇકર્સ, SSE રાઇડર્સ, પુરુષોત્તમ જાયન્ટ્સ, કીર્તિ ગ્રેનાઇટ્સ અને સ્વર પૅન્થર્સ મળી કુલ ૮ ટીમ ભાગ લઈ રહી છે. ૮ ટીમને ચાર-ચારનાં બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે અને લીગ રાઉન્ડમાં દરેક ગ્રુપની ટૉપની બે ટીમો સેમી-ફાઇનલમાં પ્રવેશ કરશે. આવતી કાલે સવારે ૯ વાગ્યે શાનદાર ઓપનિંગ સેરેમની બાદ સીઝન 2ના ચૅમ્પિયન બનવા માટે ખેલાડીઓ મેદાનમાં ઊતરશે. 2025માં યોજાયેલી સીઝન-1 ટર્ફ ટુર્નામેન્ટમાં સૉલિડાગો સ્ટ્રાઇકર્સ ટીમ ચૅમ્પિયન બની હતી. વધુ માહિતી માટે ગૌરવ સોલંકીનો 96645 67896 નંબર પર સંપર્ક કરવો.

sports news sports cricket news gujarati community news gujaratis of mumbai borivali