૮ એપ્રિલે થશે શ્રેયસના ખભાની સર્જરી

03 April, 2021 03:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વર્ષની આઇપીએલ ન રમવા છતાં તેને ફ્રૅન્ચાઇઝી પાસેથી ૭ કરોડ રૂપિયાની આખી સૅલેરી મ‍ળશે. આ સૅલેરી પ્લેયર ઇન્શ્યૉરન્સ સ્કીમ હેઠળ તેને મળશે.

શ્રેયસ ઐયર

ઇંગ્લૅન્ડ સામેની પુણેમાં રમાયેલી પહેલી વન-ડેમાં ખભાની ઈજાને લીધે એ સિરીઝ તથા સમગ્ર આઇપીએલમાંથી બહાર થઈ ગયેલા શ્રેયસ ઐયરના ખભાની સર્જરી, આઇપીએલ ૨૦૨૧ના એક દિવસ પહેલાં એટલે કે ૮ એપ્રિલે થવાની છે. શાર્દુલ ઠાકુરની ઓવરમાં જૉની બેરસ્ટૉએ ફટકારેલા શૉટને ડાઇવ લગાવીને અટકાવવા જતાં તેને ઈજા થઈ હતી. ત્યાર બાદ તેને તરત મેદાનની બહાર લઈ જવાયો હતો.
શ્રેયસની સર્જરીને લીધે તે ઓછામાં ઓછા ચાર ​મહિના ક્રિકેટથી દૂર રહેશે. આ ઉપરાંત ૨૩ જુલાઈથી શરૂ થનારી ઇંગ્લૅન્ડ કાઉન્ટી ક્રિકેટમાં પણ ઈજાને લીધે તે નહીં રમી શકે. શ્રેયસની ગેરહાજરીમાં રિષભ પંતને દિલ્હી કૅપિટલ્સની કમાન સોંપવામાં આવી છે. આ વર્ષની આઇપીએલ ન રમવા છતાં તેને ફ્રૅન્ચાઇઝી પાસેથી ૭ કરોડ રૂપિયાની આખી સૅલેરી મ‍ળશે. આ સૅલેરી પ્લેયર ઇન્શ્યૉરન્સ સ્કીમ હેઠળ તેને મળશે.

sports news sports cricket news shreyas iyer