સચિને ઑસ્ટ્રેલિયાની કંપની પર કર્યો કેસ, કરોડો રૂપિયા બાકી હોવાનો આરોપ

14 June, 2019 06:13 PM IST  |  મુંબઈ

સચિને ઑસ્ટ્રેલિયાની કંપની પર કર્યો કેસ, કરોડો રૂપિયા બાકી હોવાનો આરોપ

સચિને ઑસ્ટ્રેલિયાની કંપની પર કર્યો કેસ

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે એક સ્પોર્ટ્સનો સામાન બનાવતી કંપનીની સામે કેસ દાખલ કર્યો છે. સચિનનો દાવો છે કે સિડનીની સ્પાર્ટન સ્પોર્ટ્સ ઈંટરનેશનલે તેમને 2 મિલિયન(14 કરોડ રૂપિયા)ની રૉયલ્ટી નથી આપી.

રૉયટર્સનના પ્રમાણે, ટીમ ઈંડિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડીનો આરોપ છે સ્પાર્ટન સ્પોર્ટ્સ ઈંટરનેશનલે તેમના નામ અને ફોટોનો ઉપયોગ કરીને પોતાના પ્રોડક્ટ્સને પ્રમોટ કરવા માટે કહ્યું, પરંતુ તેના બદલે તેમને ચુકવણી નથી કરવામાં આવી. આ સમયે સચિન તેંડુલકર ICC વર્લ્ડ-કપ 2019માં કમેન્ટ્રી કરતા નજર આવી રહ્યા છે.

2016માં સિડનીની સ્પાર્ટન કંપનીએ તેમના વર્ષના 1 મિલિયન ડૉલર આપવાની સહમતિ આપી હતી. જેના બદલે કંપનીને માસ્ટર બ્લાસ્ટરના ફોટો, લોગો અને પ્રમોશનલ સર્વિસીઝનો યૂઝ કરીને 'Sachin by Spartan'નામથી સ્પોર્ટ્સનો સામાન વેચ્યો હતો. આ માટે સચિન લંડન, મુંબઈ જેવી જગ્યાઓ પર સ્પોર્ટ્સ પ્રોડક્ટસના પ્રમોશન માટે ગયા હતા.

આ પણ વાંચોઃ World Cupમાં વરસાદ થતા બિગ બીએ કહ્યું, ટૂર્નામેન્ટ અહીં કરાવી દો

સચિનનું કહેવું છે કે સપ્ટેમ્બર 2018 સુધી કંપનીએ તેમને એક પૈસો પણ નથી આપ્યો. જે બાદ તેમણે પેમેન્ટની યાદ અપાવી તો કંપની તરફથી કોઈ જવાબ ન આવ્યો. બાદમાં સચીને કરાર ખતમ કરી દીધો. એ બાદ સચિને કંપનીને કહ્યું હતું કે તેઓ તેના નામનો ઉપયોગ ન કરે. સચિને આપેલા ડોક્યુમેંટ્સના પ્રમાણે કંપની તેના નામનો ઉપયોગ કરતી રહી.

sachin tendulkar