તેન્ડુલકર ફૅમિલીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દીકરા અર્જુનનાં લગ્નનું આમંત્રણ આપ્યું

11 February, 2026 10:21 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અર્જુનનાં ત્રીજીથી પાંચમી માર્ચ દરમ્યાન મુંબઈમાં લગ્ન યોજાવાનાં છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

ભારત રત્ન સચિન તેન્ડુલકરે પરિવાર સાથે ગઈ કાલે દિલ્હી જઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળીને દીકરા અર્જુનનાં લગ્નનું આમંત્રણ આપ્યું હતું. અર્જુનની બિઝનેસવુમન સાનિયા ચાંડોક સાથે ગયા વર્ષે ઑગસ્ટમાં સગાઈ થઈ હતી અને ત્રીજીથી પાંચમી માર્ચ દરમ્યાન મુંબઈમાં લગ્ન યોજાવાનાં છે.

અર્જુન IPLમાં મુંબઈ ઇન્ડિયન્સમાંથી ટ્રેડ થઈને લખનઉ સુપર જાયન્ટ્સ ટીમમાં પહોંચી ગયો છે અને ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ તે ૨૦૨૨માં મુંબઈને અલવિદા કરીને ગોવા ટીમ વતી રમી રહ્યો છે.

sachin tendulkar arjun tendulkar celebrity wedding narendra modi cricket news sports sports news