હિટમૅનની મુંબઈ ઇન્ડિયન્સ માટે ડબલ સેન્ચુરી

28 March, 2024 07:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેની કૅપ્ટન્સીમાં મુંબઈ ઇન્ડિયન્સ પાંચ વાર IPL ટાઇટલ જીત્યું છે.

રોહિત શર્મા

રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ગઈ કાલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મેદાન પર ઊતરતાંની સાથે ૩૬ વર્ષનો રોહિત શર્મા મુંબઈ ઇન્ડિયન્સ માટે ૨૦૦ મૅચ રમનાર પ્રથમ ખેલાડી બન્યો હતો. તે વિરાટ કોહલી (૨૩૯) અને મહેન્દ્ર સિંહ ધોની (૨૨૨) બાદ કોઈ ફ્રૅન્ચાઇઝી માટે ૨૦૦ મૅચ રમનાર ત્રીજો ખેલાડી બન્યો છે. IPLની કુલ ૨૪૫મી મૅચ રમનાર રોહિત શર્મા  IPLમાં સૌથી વધારે મૅચ રમનાર ધોની બાદ બીજો ખેલાડી છે. મૅચ પહેલાં સચિન તેન્ડુલકરે તેને ‘200’ નંબરની સ્પેશ્યલ જર્સી મુંબઈ ઇન્ડિયન્સ તરફથી ગિફ્ટ કરી હતી. ૨૦૧૧માં મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાનારા રોહિત શર્માએ ૩૪ ફિફ્ટી અને ૩ સેન્ચુરીની મદદથી મુંબઈ ઇન્ડિયન્સ માટે ૧૯૯ મૅચમાં ૫૦૫૪ રન બનાવ્યા હતા. તેની કૅપ્ટન્સીમાં મુંબઈ ઇન્ડિયન્સ પાંચ વાર IPL ટાઇટલ જીત્યું છે.

sports news sports cricket news rohit sharma IPL 2024 mumbai indians