28 June, 2025 02:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા
ભારત બાર્બેડોઝમાં T20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ જીત્યું એને આવતી કાલે ૨૯ જૂને એક વર્ષ પૂરું થશે. એ પ્રસંગે ભારતના ચૅમ્પિયન કૅપ્ટન રોહિત શર્માએ સ્ટાર સ્પોર્ટ્સ પર એ વર્લ્ડ કપની યાદગીરી શૅર કરી હતી જેમાં તેણે ઑસ્ટ્રેલિયન ટીમ માટે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું.
૨૦૨૩ની ૧૯ નવેમ્બરે ઑસ્ટ્રેલિયા વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં યજમાન ટીમ ભારતને હરાવીને ટાઇટલ જીત્યું હતું. ભારતે એનો બદલો T20 વર્લ્ડ કપ 2024માં સુપર-એઇટની ટક્કરમાં કાંગારૂ ટીમને હરાવીને તેમને સેમી ફાઇનલની રેસમાંથી બહાર કરીને લીધો હતો. આ સંદર્ભે વાત કરતાં રોહિત શાર્માએ કહ્યું કે ‘હું બદલો લેવાની ભાવના સાથે નથી રમતો, પણ ગુસ્સો હતો એ મારા મગજમાં ઘર કરી ગયો હતો. તેમણે ટીમ સાથે આખા દેશની ૧૯ નવેમ્બર બગાડી હતી એટલે તેમને ગિફ્ટ આપવી જરૂરી હતી. ડ્રેસિંગ રૂમમાં મજાક-મસ્તી ચાલતી હતી કે આ ટીમને રેસમાંથી બહાર કરી દઈશું તો મજા પડશે.’
ભાારત T20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ જીત્યું એને ૨૯ જૂને એક વર્ષ પૂરું થશે.