પંતના શૉટ સિલેક્શન પર ભડક્યા ગાવસકર

19 June, 2022 02:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અત્યાર સુધી ૪૭ ટી૨૦ મૅચમાં ૭૪૦ રન બનાવનાર પંત ઑફ સ્ટમ્પની બહાર જતા બૉલને ફટકારવાના પ્રયાસમાં પોતાની વિકેટ ગુમાવતો હોય છે

પંત ઑફ સ્ટમ્પની બહાર જતો રહે છે

રિષભ પંતના શૉટ સિલેક્શન પર સવાલ ઉઠાવતાં સુનીલ ગાવસકરે કહ્યું કે સાઉથ આફ્રિકા સામેની વર્તમાન સિરીઝમાં વારંવાર ઑફ સ્ટમ્પની બહાર જતા બૉલમાં આઉટ થવું એ સારો સંકેત નથી. અત્યાર સુધી ૪૭ ટી૨૦ મૅચમાં ૭૪૦ રન બનાવનાર પંત ઑફ સ્ટમ્પની બહાર જતા બૉલને ફટકારવાના પ્રયાસમાં પોતાની વિકેટ ગુમાવતો હોય છે. કૉમેન્ટરી દરમ્યાન ગાવસકરે કહ્યું કે ‘બોલર્સ બહારની તરફ બૉલ નાખે છે અને પંત સતત તેમની જાળમાં ફસાય છે. તેણે આવા બૉલમાં હવાઈ ફટકા મારવાનો પ્રયાસ ન કરવો જોઈએ. તેમણે પંત સામે રણનીતિ બનાવી છે કે ઑફ સ્ટમ્પની બહાર બૉલ નાખો અને તેની વિકેટ લો. ભારતનો કૅપ્ટન એક સિરીઝમાં એક જ રીતે આઉટ થાય એ સારો સંકેત નથી.’

sports sports news cricket news india Rishabh Pant sunil gavaskar