ભુવનેશ્વર કુમારને હરાવીને રિન્કુ સિંહે યુપી T20 લીગ 2026નો ખિતાબ જીત્યો

08 September, 2026 08:01 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

રિન્કુ સિંહની આગેવાનીમાં મેરઠ મૅવરિક્સે UP T20 લીગ 2026નો ખિતાબ જીત્યો. દિવ્યાંશ જોશીના ૧૦૫ રનની મદદથી મેરઠે ૨૦૩ રન કર્યા અને લખનઉ ફાલ્કન્સને ૯૪ રને હરાવ્યું.

રિન્કુ સિંહ અને દિવ્યાંશ જોશી

રવિવારે લખનઉમાં રિન્કુ સિંહની આગેવાનીમાં મેરઠ મૅવરિક્સ ટીમે યુપી T20 લીગ 2026નો ખિતાબ જીત્યો હતો. મેરઠ મૅવરિક્સે દિવ્યાંશ જોશીના ૪૦ બૉલમાં ૧૦૫ રનની મદદથી ૭ વિકેટે ૨૦૩ રન કર્યા હતા. જવાબમાં ભુવનેશ્વર કુમારની ટીમ લખનઉ ફાલ્કન્સ ૧૬ ઓવરમાં ૧૦૯ રને ઑલઆઉટ થઈને ૯૪ રને હારી હતી. 
૨૦૨૩થી ચારેય સીઝનમાં મેરઠ મૅવરિક્સ ટીમે ફાઇનલ મૅચ રમી છે. અગાઉ આ ટીમ ૨૦૨૪માં ચૅમ્પિયન બની હતી. ૨૦૨૩ અને ૨૦૨૫માં આ ટીમ રનરઅપ રહી હતી. રિન્કુ સિંહ પહેલી સીઝનમાં આ ટીમનો સામાન્ય પ્લેયર હતો અને છેલ્લી ત્રણ સીઝનથી આ ટીમનો કૅપ્ટન છે.

rinku singh bhuvneshwar kumar lucknow uttar pradesh meerut sports news sports