11 August, 2025 10:29 AM IST | London | Gujarati Mid-day Correspondent
રિકી પૉન્ટિંગ
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિનર કૅપ્ટન રિકી પૉન્ટિંગે એક ઇન્ટરવ્યુમાં પોતાના પાંચ વર્લ્ડ ગ્રેટેસ્ટ બૅટર્સ પસંદ કર્યા હતા, જેમાં તેણે ભારતના વર્તમાન સ્ટાર પ્લેયર વિરાટ કોહલી અને રોહિત શર્માને સ્થાન આપ્યું નહોતું. આ લિસ્ટ માટે તેણે એક પણ ઑસ્ટ્રેલિયન પ્લેયરને પણ લાયક ગણ્યો નહોતો. તેણે વેસ્ટ ઇન્ડીઝના બ્રાયન લારા, ભારતના સચિન તેન્ડુલકર અને રાહુલ દ્રવિડ, ઇગ્લૅન્ડના જો રૂટ અને ન્યુ ઝીલૅન્ડના કેન વિલિયમસનને પસંદ કર્યા હતા. રિકી પૉન્ટિંગે અલગથી ભૂતપૂર્વ સાઉથ આફ્રિકન ઑલરાઉન્ડર જેક કૅલિસને તેણે જોયેલા મહાન ક્રિકેટર તરીકે પસંદ કર્યો હતો.