પૉન્ટિંગે કરી હતી ભવિષ્યવાણી, પૃથ્વી કેવી રીતે આઉટ થશે

18 December, 2020 06:10 AM IST  |  Adelaide | Gujarati Mid-day Correspondent

પૉન્ટિંગે કરી હતી ભવિષ્યવાણી, પૃથ્વી કેવી રીતે આઉટ થશે

પૃથ્વી શૉ

ઇન્ડિયા-ઑસ્ટ્રેલિયા વચ્ચે ગઈ કાલથી અતિમહત્ત્વાકાંક્ષી એવી પહેલી ટેસ્ટ મૅચ શરૂ થઈ હતી. ભારતે પહેલાં બૅટિંગ કરીને નબળી શરૂઆત કરી હતી અને પહેલી ઓવરના બીજા જ બૉલમાં ઓપનર પૃથ્વી શૉ મિશેલ સ્ટાર્કના હાથે બોલ્ડ થયો હતો. રોચક વાત એ છે કે પૃથ્વી આઉટ થવાની થોડી મિનિટ પહેલાં જ ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ દિગ્ગજ કૅપ્ટન રિકી પૉન્ટિંગે પૃથ્વી શૉ કઈ રીતે આઉટ થઈ શકે એ વિશે વિગતવાર જાણકારી આપી હતી જે બીજા જ બૉલ પર અક્ષરશઃ સાચી સાબિત થઈ હતી.

૭ ક્રિકેટ-ચૅનલ માટે કૉમેન્ટરી કરી રહેલા રિકી પૉન્ટિંગે કહ્યું કે ‘પૃથ્વી શૉની આદત છે કે તે અંદર આવતો બૉલ સામે રમતી વખતે પૅડ અને બૅટ વચ્ચે ઘણી જગ્યા છોડી દે છે જે તેની સૌથી મોટી ખામી છે.’પૉન્ટિંગે જ્યારે આ વાત કહી ત્યારે સ્ટાર્ક ઓવરનો બીજો બૉલ નાખવા માટે રન-અપ લઈ રહ્યો હતો અને એ જ બૉલમાં પૃથ્વી શૉ એ જ રીતે બોલ્ડ થયો હતો જેનો ઉલ્લેખ પૉન્ટિંગે કર્યો હતો. સુનીલ ગાવસકર અને એલન બોર્ડર જેવા દિગ્ગજોની સલાહ હોવા છતાં ટીમ ઇન્ડિયા શુભમન ગિલને બદલે પૃથ્વી શૉને લઈને પહેલી ટેસ્ટ મૅચ રમવા ઊતરી હતી.

sports sports news cricket news test cricket india australia ricky ponting prithvi shaw