CSKમાંથી નિવૃત્તિના અહેવાલો ખોટા, આ કારણે લાઈવ આવ્યા હતા ભૂતપૂર્વ કેપ્ટન ધોની

25 September, 2022 04:33 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ધોનીએ શનિવારે કહ્યું હતું કે તે 25 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર લાઈવ આવવાનો છે

ફાઇલ તસવીર

ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટનમાંથી એક મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)એ શનિવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તે આજે એટલે કે રવિવારે એક મોટી જાહેરાત કરવા જઈ રહ્યા છે. જો કે સોશિયલ મીડિયા પર ધોનીના નિવેદન બાદ અફવાઓ ઊડી હતી કે તે ચેન્નાઈ સુપર કિંગ્સમાંથી નિવૃત્તિ જાહેર કરી શકે છે, પરંતુ ધોનીના લાઈવ આવ્યા બાદ આ અફવા ખોટી સાબિત થઈ છે, કારણ કે ધોનીએ આવો કોઈ નિર્ણય લીધો નથી.

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સામાન્ય રીતે પોતાનું અંગત જીવન જીવવાનું પસંદ કરે છે. ધોની ક્યારેય વધારે લાઇમલાઇટમાં નથી રહેતો. તે હંમેશા પોતાને સોશિયલ મીડિયા અને જાહેર જીવનથી દૂર રાખે છે અને જ્યારે ચાહકો તેને ક્લિક કરવા સક્ષમ હોય ત્યારે જ તે જાહેરમાં જોવા મળે છે.

ધોનીએ શનિવારે કહ્યું હતું કે તે 25 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર લાઈવ આવવાનો છે, જ્યાં તે ફેન્સ સાથે કેટલાક સારા સમાચાર શેર કરશે.

તેણે કહ્યું હતું કે તે રવિવારે બપોરે 2 વાગ્યે લાઈવ આવશે. ધોની બિસ્કિટ કંપની ઑરિયાના પ્રથમ લોન્ચ માટે આવ્યા હતા. આ પહેલા ધોની અને તેની પુત્રી જીવા પણ આ કંપની માટે એડ કરી ચુક્યા છે. એમએસ ધોનીએ 15 ઑગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જોકે તે હજુ પણ ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમી રહ્યા છે અને આઈપીએલની સૌથી સફળ ટીમોમાંથી એક ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન છે.

આ પણ વાંચો: ‘ઇમ્પૅક્ટ પ્લેયર’નો અખતરો ઇમ્પૅક્ટ પાડશે કે સુકાનીનું અવમૂલ્યન કરશે?

sports news cricket news ms dhoni mahendra singh dhoni