01 June, 2025 10:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એક મહિલા-ફૅને પોસ્ટરમાં લખ્યું હતું કે ‘જો RCB ફાઇનલ નહીં જીતે તો હું મારા પતિને તલાક આપી દઈશ.’
વિરાટ કોહલીની ટીમ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) વર્તમાન IPLમાં ટ્રોફી જીતવા માટે હૉટ ફેવરિટ ટીમ છે. IPLની મૅચ દરમ્યાન પણ આ ટીમના ફૅન્સ અજબગજબનાં પોસ્ટર લઈને સ્ટેડિયમમાં પહોંચ્યાં હતાં. એક મહિલા-ફૅને પોસ્ટરમાં લખ્યું હતું કે ‘જો RCB ફાઇનલ નહીં જીતે તો હું મારા પતિને તલાક આપી દઈશ.’