જાડેજા ફરી નંબર-વન ઑલરાઉન્ડર થઈ શકે

02 December, 2021 02:57 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

જેસન હોલ્ડર અત્યારે નંબર-વન છે

રવીન્દ્ર જાડેજા

રવીન્દ્ર જાડેજા આ વર્ષના જૂન મહિનામાં વેસ્ટ ઇન્ડીઝના જેસન હોલ્ડરને હટાવીને ટેસ્ટમાં વર્લ્ડ નંબર-વન ઑલરાઉન્ડર બન્યો હતો. ત્યાર પછી જાડેજાએ થોડા જ સમયમાં એ સ્થાન ગુમાવી દીધું હતું અને બીજા નંબર પર ઊતર્યા બાદ ત્રીજા નંબર સુધી ધકેલાઈ ગયો હતો. જોકે ગઈ કાલે આઇસીસીએ જાહેર કરેલા નવા રૅન્કિંગ મુજબ જાડેજા ફરી નંબર-ટૂ થઈ ગયો છે. યોગાનુયોગ, જેસન હોલ્ડર અત્યારે નંબર-વન છે અને જાડેજા તેની પાછળ છે.
તાજેતરમાં ન્યુ ઝીલૅન્ડ સામેની કાનપુરની પ્રથમ ટેસ્ટમાં જાડેજાએ હાફ સેન્ચુરી ફટકારી હતી અને દાવમાં પાંચ વિકેટ પણ લીધી હતી જેનાથી તેની ઑલરાઉન્ડર તરીકેની રૅન્ક સુધરી છે.

5
પાકિસ્તાનનો શાહીન શાહ આફ્રિદી પહેલી વાર ટેસ્ટ બોલિંગના ટોચના આટલા બોલરોમાં આવ્યો છે. તે ઍન્ડરસન, રબાડા અને વૅગ્નરને હટાવીને પાંચમા નંબરે છે.

"ઑસ્ટ્રેલિયા સામેની આગામી ઍશિઝ ટેસ્ટ-શ્રેણી માટેની તૈયારીઓના ભાગરૂપે હું રવીન્દ્ર જાડેજાની બોલિંગની વિડિયો-ક્લિપિંગ્સ જોતો રહું છું." : જૅક લીચ (ઇંગ્લૅન્ડનો સ્પિનર)

sports sports news cricket news ravindra jadeja