યંગસ્ટર્સ આયુષ, વૈભવ, પ્રિયાંશ અને પ્રભસિમરનને ભારતીય ક્રિકેટના ભાવિ સ્ટાર્સ માને છે રવિ શાસ્ત્રી

29 April, 2025 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને હેડ કોચ રવિ શાસ્ત્રીએ હાલમાં  IPL 2025માંથી પોતાના ચાર એવા યુવા પ્લેયર્સનાં નામ આપ્યાં છે જેમની પાસે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં મોટું નામ બનાવવાની ક્ષમતા છે.

આયુષ, વૈભવ, પ્રિયાંશ, પ્રભસિમરન અને રવિ શાસ્ત્રી

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને હેડ કોચ રવિ શાસ્ત્રીએ હાલમાં  IPL 2025માંથી પોતાના ચાર એવા યુવા પ્લેયર્સનાં નામ આપ્યાં છે જેમની પાસે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં મોટું નામ બનાવવાની ક્ષમતા છે. ક્રિકેટના મેદાન પર કૌશલ્ય દર્શાવવાના સૌથી મોટા મંચ IPLમાંથી તેમણે ચેન્નઈ સુપર કિંગ્સના આયુષ મ્હાત્રે, રાજસ્થાન રૉયલ્સના વૈભવ સૂર્યવંશી તથા પંજાબ કિંગ્સના ઓપનર્સ પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહને ભારતીય ક્રિકેટના ભાવિ સ્ટાર્સ તરીકે ગણાવ્યા.

આયુષ અને વૈભવ વિશે સ્પેશ્યલ વાત કરતાં તેમણે ICC પ્રીવ્યુમાં કહ્યું કે ‘આયુષે મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાર પ્લેયર્સ સામે ધમાકેદાર ઇનિંગ્સ રમીને પોતાની જાતને વ્યક્ત કરીને સૌનું ધ્યાન ખેંચ્યું. મને લાગે છે કે આયુષ મ્હાત્રેનું ભવિષ્ય ઉજ્જવળ છે. જ્યારે હું તેણે રમેલા કેટલાક શૉટ જોઉં છું ત્યારે મને લાગે છે કે જો તેને યોગ્ય રીતે હૅન્ડલ કરવામાં આવે અને યોગ્ય પ્રકારના લોકો સાથે જોડવામાં આવે તો તે ખૂબ આગળ વધી શકે છે. વૈભવે ઘણાબધા શૉર્ટ બૉલ અને ઘણીબધી વિવિધતાઓનો સામનો કરવો પડશે, કારણ કે બોલરો તેને આઉટ કરવા માટે નવી વસ્તુઓ અજમાવશે. જ્યારે તમે કોઈના પહેલા બૉલ પર છગ્ગો ફટકારો છો ત્યારે કોઈ બોલર દયા બતાવતો નથી. પછી તેને કોઈ પરવા નથી કે સામેનો બૅટર ૧૪ વર્ષનો છે કે ૧૨ વર્ષનો છે કે ૨૦ વર્ષનો છે.’

ચારેય યંગ પ્લેયર્સના IPL 2025માં રન અને સ્ટ્રાઇક-રેટ

પ્રિયાંશ આર્ય (૨૩ વર્ષ)

મૅચ ૩૨૩ રન, ૨૦૦.૬૨

પ્રભસિમરન સિંહ (૨૪ વર્ષ)

મૅચ ૨૯૨ રન, ૧૬૮.૭૯

આયુષ મ્હાત્રે (૧૭ વર્ષ)

મૅચ ૬૨ રન, ૧૮૨.૩૫

વૈભવ સૂર્યવંશી (૧૪ વર્ષ)

મૅચ ૫૦ રન, ૧૫૬.૨૫

 

ravi shastri mumbai indians indian premier league IPL 2025 cricket news sports news