રૅન્કિંગ્સ અપડેટ, ન્યુ ઝીલૅન્ડ હવે વન-ડેમાં નંબર-વન

04 May, 2021 03:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આઇસીસીએ ગઈ કાલે રૅન્કિંગ્સમાં વાર્ષિક અપડેટ કરતાં ન્યુ ઝીલૅન્ડ ફાવી ગયું હતું. ટેસ્ટમાં થોડો સમય નંબર-વન રહ્યા બાદ હવે કિવીઓ વન-ડેમાં વર્લ્ડ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડને પછાડીને નંબર વન ટીમ બની ગઈ હતી.

પ્રતીકાત્મક તસવીર

આઇસીસીએ ગઈ કાલે રૅન્કિંગ્સમાં વાર્ષિક અપડેટ કરતાં ન્યુ ઝીલૅન્ડ ફાવી ગયું હતું. ટેસ્ટમાં થોડો સમય નંબર-વન રહ્યા બાદ હવે કિવીઓ વન-ડેમાં વર્લ્ડ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડને પછાડીને નંબર વન ટીમ બની ગઈ હતી. ઇંગ્લૅન્ડે જોકે ટી૨૦માં તેમનું નંબર-વનનું સ્થાન વધુ મજબૂત કરી લીધું હતું. વન-ડેમાં હવે એ ૧૨૧ પૉઇન્ટ સાથે નંબર-વન બની ગઈ છે, જ્યારે ૧૧૮ પૉઇન્ટ સાથે ઑસ્ટ્રેલિયા બીજા અને ૧૧૫ પૉઇન્ટ સાથે ભારત ત્રીજા નંબરે છે. 

ટેસ્ટમાં ભારત ૧૨૦ રેટિંગ પૉઇન્ટ સાથે નંબર-વન છે. કિવીઓ (૧૧૮) બીજા અને ઑસ્ટ્રેલિયા (૧૧૩) ત્રીજા નંબરે છે. ટી૨૦માં ઇંગ્લૅન્ડ ૨૭૭ રેટિંગ પૉઇન્ટ સાથે પહેલા નંબરે, ૨૭૨ રેટિંગ પૉઇન્ટ સાથે ભારત બીજા અને ન્યુ ઝીલૅન્ડ ૨૬૩ રેટિંગ પૉઇન્ટ સાથે ત્રીજા નંબરે છે.

cricket news sports news england new zealand international cricket council