રણજી ટ્રોફી 2024-25નું ક્વૉર્ટર ફાઇનલનું શેડ્યુલ નક્કી થયું

03 February, 2025 08:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈની ટક્કર હરિયાણા સાથે થશે

પ્રતીકાત્મક તસવીર

રણજી ટ્રોફીની વર્તમાન સીઝનનો ગ્રુપ-સ્ટેજ રાઉન્ડ સમાપ્ત થયો છે. ૮ ટીમનાં ગ્રુપમાંથી ટૉપ-ટૂના સ્થાન પર રહેલી ટીમોએ ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરી છે. ગ્રુપ-Aમાંથી જમ્મુ-કાશ્મીર (૩૫ પૉઇન્ટ) અને મુંબઈ (૨૯ પૉઇન્ટ), ગ્રુપ-Bમાંથી વિદર્ભ (૪૦ પૉઇન્ટ) અને ગુજરાત (૩૨ પૉઇન્ટ), ગ્રુપ-Cમાંથી હરિયાણા (૨૯ પૉઇન્ટ) અને કેરલા (૨૮ પૉઇન્ટ), ગ્રુપ-Dમાંથી સૌરાષ્ટ્ર (૨૫ પૉઇન્ટ) અને તામિલનાડુ (૨૫ પૉઇન્ટ)એ નૉક-આઉટ રાઉન્ડમાં એન્ટ્રી કરી છે. ૮થી ૧૨ ફેબ્રુઆરી દરમ્યાન ચારેય ક્વૉર્ટર ફાઇનલ મૅચ રમાશે.

રણજી ટ્રોફી 2024-25 ક્વૉર્ટર ફાઇનલ શેડ્યુલ

જમ્મુ-કાશ્મીર વિરુદ્ધ કેરલા (પુણે)

વિદર્ભ વિરુદ્ધ તામિલનાડુ (નાગપુર)

મુંબઈ વિરુદ્ધ હરિયાણા (રોહતક)

ગુજરાત વિરુદ્ધ સૌરાષ્ટ્ર (રાજકોટ)

 

ranji trophy mumbai jammu and kashmir gujarat haryana kerala vidarbha saurashtra tamil nadu test cricket cricket news sports news sports