મુંબઈને ઉત્તર પ્રદેશની નબળી ફીલ્ડિંગનો લાભ

17 June, 2022 12:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લીડ સાથે મુંબઈના ૩૪૬ રન હતા

પ્રતીકાત્મક તસવીર

બૅન્ગલોરમાં પાંચ-દિવસીય રણજી સેમી ફાઇનલમાં ગઈ કાલે ત્રીજા દિવસની રમતના અંતે મુંબઈનો બીજા દાવનો સ્કોર ૧ વિકેટે ૧૩૩ રન હતો. લીડ સાથે મુંબઈના ૩૪૬ રન હતા. કૅપ્ટન પૃથ્વી શૉ ૬૪ રન બનાવીને આઉટ થઈ ગયો હતો, પરંતુ પ્રથમ દાવનો સેન્ચુરિયન યશસ્વી જૈસવાલ ખૂબ ધીમી બૅટિંગ બાદ (૧૧૪ બૉલમાં બનેલા) ૩૫ રને અને અરમાન જાફર ૩૨ રને નૉટઆઉટ હતા. ઉત્તર પ્રદેશની નબળી ફીલ્ડિંગનો મુંબઈના બૅટર્સે ફાયદો ઉઠાવ્યો હતો. એ પહેલાં ઉત્તર પ્રદેશે પહેલા દાવમાં માત્ર ૧૮૦ રન બનાવ્યા હતા. એકેય બૅટર હાફ સેન્ચુરી નહોતો કરી શક્યો. 
મુંબઈ વતી તુષાર દેશપાંડે, મોહિત અવસ્થી અને તનુષ કોટિયને ત્રણ-ત્રણ અને ધવલ કુલકર્ણીએ એક વિકેટ લીધી હતી. મુંબઈ આ મૅચ જીતવા માટે ફેવરિટ છે.

બીજી સેમી ફાઇનલમાં પ્રથમ દાવમાં મધ્ય પ્રદેશના ૩૪૧ રન બાદ બેંગાલે ૨૭૩ રન બનાવ્યા હતા અને બીજા દાવમાં મધ્ય પ્રદેશે બે વિકેટે ૧૬૩ રન બનાવતાં સરસાઈ સાથે એના કુલ ૨૩૧ રન હતા. રજત પાટીદાર ૬૩ રને રમી રહ્યો હતો.

sports sports news cricket news ranji trophy mumbai uttar pradesh