BCCI એ રાહુલ દ્રવિડને NCA ના પ્રમુખ બનાવ્યા, 1 જુલાઇથી સંભાલશે કમાન

30 June, 2019 09:52 PM IST  |  Mumbai

BCCI એ રાહુલ દ્રવિડને NCA ના પ્રમુખ બનાવ્યા, 1 જુલાઇથી સંભાલશે કમાન

Mumbai : ભારતીય ક્રિકેટ ટીમના પુર્વ સુકાની અને દિગ્ગજ ક્રિકેટર રાહુલ દ્રવિડને મહત્વની જવાબદારી ભારતીય ક્રિકેટ બોર્ડે આપી છે. ક્રિકેટ બોર્ડે રાહુલ દ્રવિડને બેંગ્લોરમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીની 2 વર્ષ માટે મહત્વની જવાબદારી સોંપી છે. NCA ક્રિકેટના પ્રમુખ તરીકે દ્રવિડ ક્રિકેટરોની આગામી પેઢીને નિખારશે અને જૂનિયર ક્રિકેટ માટે માળખું તૈયાર કરશેઅને ભારતીય ટીમને દમદાર ખેલાડીઓ પુરા પાડશે.

દ્રવિડ મહિલા ક્રિકેટરોના પ્રદર્શન પર પણ નિરીક્ષણ કરશે
જ્યારે બીજી તરફ રાહુલ દ્રવિડને વધુ એક જવાબદારી સોપતા ઉભરતી મહિલા ક્રિકેટરોના પ્રદર્શનનું પણ નિરીક્ષણ કરશે. આ સિવાય એનસીએ તે ક્ષેત્રીય ક્રિકેટ એકેડમીઓમાં કોચિંગ સ્ટાફની નિમણૂંક કરશે. તે ઈજાગ્રસ્ત ક્રિકેટરો માટે એનસીએમાં રિહેબ કાર્યક્રમની જવાબદારી સંભાળશે. આ ભૂમિકાનો મતલબ છે કે તે ભારત
A અને અન્ડર19 ટીમોની સાથે યાત્રા નહીં કરી શકે જેમ તે કરતા હતા. પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર પારસ મહામ્બ્રે અને અભય શર્મા જૂનિયર ટીમના સહયોગી સ્ટાફનો ભાગ રહેશે.

આ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

BCCI
એ પીટીઆઇને આપી માહિતી
BCCI
ના એક અધિકારીએ શનિવારે અહીં યોજાયેલી પ્રશાસકોની બેઠક બાદ પીટીઆઈને કહ્યું, 'તે ભારત એ અને અન્ડર-19 ટીમોની સાથે યાત્રા કરશે પરંતુ પૂરા પ્રવાસ માટે નહીં. આ ખૂબ મોટી જવાબદારી છે અને તેતી તેણે જૂનિયર ટીમોની જગ્યાએ એનસીએમાં વધુ સમય પસાર કરવો પડશે.'તેમણે કહ્યું, 'મહામ્બ્રે અને શર્મા એ અને અન્ડર-19 ટીમોની સાથે યથાવત રહેશે. પરંતુ અમે કોચિંગ સ્ટાફને મજબૂત કરવાનો પ્રયત્ન કરીશું.'

બીસીસીઆઈએ બેઠકમાં નૈતિક અધિકારી અને સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ ડીકે જૈનના વીવીએસ લક્ષ્મણ અને સૌરવ ગાંગુલી પર આપેલા આદેશના સંદર્ભમાં હાલના અને પૂર્વ ખેલાડીઓના હિતોના ટકરાવ સંબંધિત મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

BCCI એ જૈનના આદેશને લાગૂ કરવો પડશે પરંતુ બોર્ડ તેના પર નિર્ણય લેવામાં ઉતાવળ કરશે નહીં. અધિકારીએ કહ્યું, 'અમે આદેશનો અભ્યાસ કરીશું. અમે અમારી કાયદાકીય ટીમનો મત પણ લેશું. આ સમયે તેના પર કહેવું મુશ્કેલ છે કે અમે તેના પર નિર્ણય ક્યારે કરીશું.'

world cup 2019 cricket news rahul dravid