HBD Rahul Dravid: `આ રિપોર્ટરને બહાર કાઢો` જ્યારે આવું કહી થયા હતાં લાલચોળ

11 January, 2023 06:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ ઘટના 2004માં ભારતીય ટીમ સાથે પાકિસ્તાનના પ્રવાસ પર બની હતી.ત્યારબાદ ટેસ્ટ સિરીઝમાં રાહુલ દ્રવિડ(Rahul Dravid Birthday)નું બેટ જોરદાર રહ્યું અને તેણે 3 મેચની 4 ઇનિંગ્સમાં 309 રન બનાવ્યા હતાં.

રાહુલ દ્રવિડ

ભારતીય ટીમ (Indian Cricket team)ના પૂર્વ કૅપ્ટન અને હાલના કોચ રાહુલ દ્રવિડ(Rahul Dravid Birthday)આજે તેમનો ખાસ દિવસ ઉજવી રહ્યાં છે. ઘ વૉલ નામથી લોકપ્રિય દ્રવિડને તેમના 50મા જન્મદિવસ પર ફેન્સ અને મિત્રો હાર્દિક શુભેચ્છા પાઠવી રહ્યાં છે. 1973માં ઈન્દોરમાં જન્મેલા દ્રવિડ પોતાની અલગ સ્ટાઈલ અને શાંત સ્વભાવ માટે જાણીતા છે. 

પરંતુ શું તેમને ખબર છે દ્રવિડને ગુસ્સો આવે ત્યારે કોઈ તેમને સંભાળી શકતુ નથી. `ધ વૉલ` અને `મિસ્ટર વિશ્વાસપાત્ર` નામથી લોકપ્રિય રાહુલ દ્રવિડને એક વાર પાકિસ્તાન મેચ દરમિયાન ખતરનાક ગુસ્સો આવ્યો હતો. પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન તેઓ ખુબ જ ગરમ થઈ ગયા હતાં અને એક રિપોર્ટરને તો તેમણે બહાર જવાનું કઈ દીધું હતું. 

આ ઘટના 2004માં ભારતીય ટીમ સાથે પાકિસ્તાનના પ્રવાસ પર બની હતી.ત્યારબાદ ટેસ્ટ સિરીઝમાં દ્રવિડનું બેટ જોરદાર રહ્યું અને તેણે 3 મેચની 4 ઇનિંગ્સમાં 309 રન બનાવ્યા.આ જ પાકિસ્તાન પ્રવાસ પર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પત્રકારે મેચ ફિક્સિંગ અંગે સવાલ કર્યો હતો.

આના પર ટીમ ઈન્ડિયાની દિવાલ કહેવાતા રાહુલ દ્રવિડ ખૂબ ગુસ્સે થઈ ગયા.પછી દ્રવિડે જાહેરમાં કહ્યું, `કોઈ આ વ્યક્તિને (રિપોર્ટર) બહાર કાઢો. આ બકવાસ છે અને આવી વસ્તુઓ રમત માટે ખરાબ છે.

આ પણ વાંચો: કોહલીનો કિસ્સો બીજા ખેલાડીઓ માટે પણ ચિંતાનો વિષય : દ્રવિડ

એવું નથી કે આ પહેલીવાર દ્રવિડ ગુસ્સે થયા હોય. આ પછી એક વાર 2006માં રાહુલ દ્રવિડ ખૂબ ગુસ્સે થયા હતા.આ ઘટના ઈંગ્લેન્ડ સામેની હોમ ટેસ્ટ સીરીઝ દરમિયાન બની હતી.તે શ્રેણીમાં દ્રવિડ ટીમના કૅપ્ટન હતા. આ દરમિયાન ઈંગ્લેન્ડ સામેની મુંબઈ ટેસ્ટમાં ભારતીય ટીમનો પરાજય થયો હતો.

રાહુલ દ્રવિડનું ક્રિકેટ કરિયર

રાહુલ દ્રવિડ અને અન્ય ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી બંનેએ 1996માં લોર્ડ્સમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.ગાંગુલીએ પ્રથમ ટેસ્ટ ઇનિંગ્સમાં સદી ફટકારી હતી, જ્યારે દ્રવિડ માત્ર પાંચ રનથી સદી ચૂકી ગયો હતો.પરંતુ 2002માં, દ્રવિડે સતત ચાર ટેસ્ટ સદી ફટકારી હતી, જેમાં હેડિંગ્લે ખાતે મુશ્કેલ પરિસ્થિતિઓમાં 148નો સમાવેશ થાય છે.

sports news cricket news rahul dravid indian cricket team happy birthday pakistan sports