✕

રહમત શાહ ICC ટેસ્ટ-રૅન્કિંગમાં ટૉપ ટેનમાં સ્થાન મેળવનાર પ્રથમ અફઘાન ક્રિકેટર બન્યો

12 November, 2026 10:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં ઝિમ્બાબ્વે સામેની ડ્રૉ ટેસ્ટ-મૅચમાં રહમત શાહે ૩૪૭ બૉલમાં ૧૭૩ રનની ઇનિંગ્સ રમી હતી. આ ઇનિંગ્સને કારણે ટેસ્ટ-બૅટર્સના રૅન્કિંગમાં રહમત શાહે ૬ સ્થાનના કૂદકા સાથે સાતમું સ્થાન મેળવ્યું છે.

રહમત શાહ

અફઘાનિસ્તાનની વન-ડે અને ટેસ્ટ-ટીમના કૅપ્ટન રહમત શાહે ઇતિહાસ રચ્યો છે. ૩૩ વર્ષનો રહમત શાહ ICC મેન્સ રૅન્કિંગમાં કોઈ પણ કૅટેગરીમાં ટૉપ ટેન પ્લેયર્સમાં સ્થાન મેળવનાર અફઘાનિસ્તાનનો પ્રથમ ક્રિકેટર બન્યો છે.

હાલમાં ઝિમ્બાબ્વે સામેની ડ્રૉ ટેસ્ટ-મૅચમાં રહમત શાહે ૩૪૭ બૉલમાં ૧૭૩ રનની ઇનિંગ્સ રમી હતી. આ ઇનિંગ્સને કારણે ટેસ્ટ-બૅટર્સના રૅન્કિંગમાં રહમત શાહે ૬ સ્થાનના કૂદકા સાથે સાતમું સ્થાન મેળવ્યું છે. આ ઇનિંગ્સને કારણે તેને તેની કરીઅરનું અત્યાર સુધીનું સર્વોચ્ચ ૭૩૫ પૉઇન્ટનું રેટિંગ મળ્યું છે.

ગુરનૂર બરાડને ૬૦ સ્થાનનો ફાયદો થયોzimb

ન્યુ ઝીલૅન્ડ સામેની વન-ડે સિરીઝમાં અત્યાર સુધી ૭ વિકેટ લેનાર ફાસ્ટ બોલર ગુરનૂર બરાડને ICC વન-ડે બોલર્સના રૅન્કિંગમાં મોટો ફાયદો થયો છે. ૬૦ સ્થાનની છલાંગ સાથે ગુરનૂર બરાડ ૪૮મા ક્રમે પહોંચ્યો છે. અક્ષર પટેલ ૨૩ સ્થાનના ઉછાળા સાથે ૨૧મા ક્રમે અને અર્શદીપ સિંહ ૧૧ સ્થાન આગળ વધીને ૩૧મા ક્રમે પહોંચ્યો છે.

વન-ડે બૉલર્સના રૅન્કિંગમાં એકમાત્ર ભારતીય તરીકે સ્પિનર કુલદીપ યાદવ એક સ્થાનના નુકસાન સાથે સાતમા ક્રમે છે. વન-ડે બૅટર્સના રૅન્કિંગમાં શુભમન ગિલ પહેલા, વિરાટ કોહલી ત્રીજા, રોહિત શર્મા ચોથા ક્રમે અને કે.એલ. રાહુલ ૧૦મા ક્રમે જળવાઈ રહ્યા છે.

afghanistan gurnoor brar axar patel arshdeep singh Kuldeep Yadav zimbabwe cricket news sports news sports new zealand one day international odi virat kohli shubman gill rohit sharma