14 June, 2025 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડાબા હાથની સ્પિનર રાધા યાદવ
ભારતીય વિમેન્સ-ટીમ ૨૮ જૂનથી બાવીસ જુલાઈ દરમ્યાન પાંચ T20 અને ત્રણ વન-ડે મૅચની સિરીઝ માટે ઇંગ્લૅન્ડ-ટૂર કરશે. બૅન્ગલોરમાં BCCI સેન્ટર ઑફ એક્સલન્સ ખાતે પ્રી-ટૂર કૅમ્પ દરમ્યાન ૨૦ વર્ષની સ્પિનર શુચિ ઉપાધ્યાયના ડાબા પગની ઘૂંટીમાં ઇન્જરી થઈ હતી. આ વર્ષે શ્રીલંકામાં વન-ડે ડેબ્યુ કરનાર શુચિ આ ટૂર દરમ્યાન T20 ડેબ્યુની આશા રાખી રહી હતી.
તેના સ્થાને પચીસ વર્ષની ડાબા હાથની સ્પિનર રાધા યાદવને સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે. તેણે છેલ્લે ઑક્ટોબર ૨૦૨૪માં વન-ડે અને ડિસેમ્બર ૨૦૨૪માં T20 ઇન્ટરનૅશનલ મૅચ રમી હતી.