પુજારા એકાગ્રતાને મામલે સચિન કરતાં પણ આગળ : જસ્ટિન લૅન્ગર

14 February, 2019 04:27 PM IST  | 

પુજારા એકાગ્રતાને મામલે સચિન કરતાં પણ આગળ : જસ્ટિન લૅન્ગર

ઓસ્ટ્રેલિયન કોચ જસ્ટિન લેન્ગર

ઑસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લૅન્ગરે ગઈ કાલે કહ્યું હતું કે તેણે કોઈ બૅટ્સમૅનમાં ચેતેશ્વર પુજારા જેટલી એકાગ્રતા નથી જોઈ. આ મામલે તે સચિન તેન્ડુકરને પણ પાછળ મૂકે છે.

ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં મૅન ઑફ ધ મૅચ રહેલા પુજારાએ ત્રણ સદી પણ ફટકારી હતી. લૅન્ગરે કહ્યું હતું કે ‘મેં આવો બૅટ્સમૅન નથી જોયો જે બૉલને આટલો ધ્યાનથી જોતો હોય. તેનું ધ્યાન બીજે વાળવું અમારા માટે પડકાર સમાન હતું. અમારે તેના જેવું થવું પડશે.’

આ પણ વાંચોઃ તેન્ડુલકરે પુજારા અને ભારતીય બોલરોનાં કર્યા વખાણ

શનિવારથી શરૂ થનારી વન-ડે સિરીઝ પહેલાં લૅન્ગરે કહ્યું હતું કે ‘અમારા ખેલાડીએ ઘણી મહેનત કરી હતી. મેલબર્ન અને સિડનીમાં પ્રામાણિકતાથી કહું તો તેણે અમને પરેશાન કરી મૂક્યા હતા, કારણ કે માત્ર એક સ્પિનર સાથે રમતી અમારી ટીમની તમામ શક્તિ ખતમ થઈ જતી હતી.’

sachin tendulkar cheteshwar pujara team india australia border-gavaskar trophy cricket news sports news