ક્રિકેટના કિંગ સચિન તેન્ડુલકરે બૉર્ડર-ગાવસકર સિરીઝમાં પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ જીતનાર ચેતેશ્વર પુજારાને રન-મશીન કહીને તેનાં ભારોભાર વખાણ કર્યા હતાં. પુજારાના હાઇએસ્ટ ૫૨૧ રનને કારણે ભારતે ઑસ્ટ્રેલિયામાં પહેલી વખત ટેસ્ટ-સિરીઝ જીતી હતી. સચિને કોહલીની ટીમના પર્ફોર્મન્સને જબરદસ્ત અને શાનદાર ગણાવ્યો હતો.
ભારતે ઍડીલેડ ટેસ્ટ ૩૧ અને મેલબર્ન ટેસ્ટ ૧૩૭ રનથી જીતી હતી જ્યારે પર્થ ટેસ્ટ ૧૪૬ રનથી હાર્યું હતું અને સિડની ટેસ્ટ વરસાદને કારણે ડ્રૉ જતાં સિરીઝ ૨-૧થી જીતી હતી. તેન્ડુલકરે મુંબઈમાં એક ઇવેન્ટ દરમ્યાન કીપ મૂવિંગ અભિયાન લૉન્ચ કરતાં કહ્યું હતું કે ‘ભારતની ટીમે ઑસ્ટ્રેલિયાને શાનદાર રીતે હરાવી છે અને જે બ્રૅન્ડનું ક્રિકેટ આપણા પ્લેયરો રમ્યા એ અદ્ભુત છે.
આ પણ વાંચોઃ ધોની અને ધવને સિડનીમાં શરૂ કરી તૈયારી, વર્લ્ડ કપને જોતાં તમામ ધ્યાન હવે વન-ડે પર
સિરીઝની કોઈ એક યાદગાર ક્ષણ પસંદ કરવી ખરેખર અઘરી છે, કારણ કે ચાર ટેસ્ટમાં દરેક પ્લેયરે પોતાનું યોગદાન આપ્યું છે, પણ પુજારાએ ખરેખર આઉટસ્ટૅન્ડિંગ પર્ફોર્મન્સ આપ્યો છે.’
રહાણે શાંત સ્વભાવનો છે એનો અર્થ એ નથી કે તે આક્રમક નથી: સચિન
25th December, 2020 15:52 IST૨૦૦૩ના વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની તેન્ડુલકરની ૯૮ રનની ઇનિંગ્સ સૌથી બેસ્ટ હતી : ઇન્ઝમામ
23rd November, 2020 12:57 IST15 નવેમ્બર છે ક્રિકેટ ફૅન્સ માટે સ્પેશ્યિલ દિવસ, જાણો કેમ?
15th November, 2020 14:11 ISTIPL 2020: તાપમાન ઘટતાં આઇપીએલમાં રનચેઝ આસાન બની : સચિન
6th November, 2020 14:23 IST