05 June, 2025 11:31 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રીતિ ઝિન્ટા
બૅન્ગલોરને IPLની પહેલી ટ્રોફી જિતાડવામાં વિરાટ કોહલીને જેટલી લાંબી રાહ જોવી પડી છે એટલી જ રાહ બૉલીવુડની ઍક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટાએ પંજાબ માટે જોઈ છે. જોકે ૨૦૧૪ બાદ આ વખતે પણ ફાઇનલમાં પંજાબની હાર થતાં પહેલી ટ્રોફી ઉપાડવા માટેનો એનો વનવાસ લંબાયો છે. આ ટીમની ઓનર પ્રીતિ ઝિન્ટા ફાઇનલની હાર બાદ ઑલમોસ્ટ રડી જ પડી હતી. તે અમદાવાદના મેદાન પર મૅચ બાદ પ્લેયર્સને મળવા આવી ત્યારે ભાવુક જોવા મળી હતી.
IPLની પહેલી સીઝનથી જ તે ઑલમોસ્ટ દરેક મૅચમાં ટીમને સપોર્ટ કરવા પહોંચતી હતી. હાર કે જીતમાં પણ તે પોતાના પ્લેયર્સને મળવા મેદાન પર આવતી હતી. તેના ભૂતકાળના કેટલાક આવા જ ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે જ્યાં તે અગાઉની સીઝનમાં પૅવિલિયન પાસે ઊભી રહીને ટીમના પ્લેયર્સનો ઉત્સાહ વધારી રહી હતી.