મોદી પાવરમાં છે તો ભારત-પાકિસ્તાનના સંબંધ નહીં સુધરે : શાહિદ આફ્રિદી

26 February, 2020 04:20 PM IST  | 

મોદી પાવરમાં છે તો ભારત-પાકિસ્તાનના સંબંધ નહીં સુધરે : શાહિદ આફ્રિદી

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન શાહિદ આફ્રિદી

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન શાહિદ આફ્રિદીનું કહેવું છે કે જ્યાં સુધી નરેન્દ્ર મોદી પાવરમાં છે ત્યાં સુધી ભારત-પાકિસ્તાનના સંબંધ નહીં સુધરે. આ વિશે વધુ જણાવતાં આફ્રિદીએ કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદી પાવરમાં છે ત્યાં સુધી ભારત-પાકિસ્તાનના સંબંધ સુધરશે નહીં. ભારતીયો સહિત અમને પણ ખબર છે કે મોદી કયા પ્રકારે વિચારી રહ્યા છે. તેમના વિચાર નકારાત્મક તરફ વળેલા છે. માત્ર એક વ્યક્તિને કારણે ભારત-પાકિસ્તાનના સંબંધ બગડ્યા છે, જે અમે કરવા નહોતા ઇચ્છતા. બન્ને દેશોના નાગરિકો એકબીજાને ત્યાં પ્રવાસ કરવા માગે છે, પણ મને ખબર નથી પડતી કે મોદી વાસ્તવમાં શું ઇચ્છે છે.’

૨૦૧૩થી ભારત-પાકિસ્તાન વચ્ચે એક પણ દ્વિપક્ષીય સિરીઝ નથી રમાઈ. છેલ્લે ૨૦૦૬માં ઇન્ડિયન ટીમ રાહુલ દ્રવિડની આગેવાનીમાં પાકિસ્તાન ગઈ હતી.

sports sports news india pakistan shahid afridi narendra modi